એજ્યુકેશનટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલસાયન્સ એન્ડ ટેકનોલોજી

સોશિયલ મીડિયાથી રહેજો સાવધાન, કિશોરીએ જ માતાની હત્યાનો ઘડ્યો કારસો!

આજકાલ સોશિયલ મીડિયા લોકો પર હાવી થઈ રહ્યું છે. સોશિયલ મીડિયાના ફાયદા અનેક છે પરંતુ તેનો સંયમપુર્વકનો ઉપયોગ કરવામાં ન આવે તો આ સોશિયલ મીડિયા લોકોને બરબાદ કરવા માટે પુરતુ છે. ખાસ કરીને યુવાનોમાં આનુ દૂષણ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આવા જ પ્રકારની એક ઘટના અમદાવાદમાં સામે આવી છે.

દીકરીએ જ માતાની હત્યાનો ઘડ્યો કારસો!
પશ્ચિમ અમદાવાદમાં રહેતી 45 વર્ષીય કોમલ પરમાર (નામ બદલેલ છે) ને બાથરૂમના ફ્લોર પર વારંવાર ખાંડના ડબ્બામાં જંતુનાશક પાવડર અને ફિનાઈલ જેવું પ્રવાહી મળી આવતાં તે ચોંકી ઉઠી હતી. ધ્યાન આપતા જાણવા મળ્યું કે તેની 13 વર્ષની પુત્રી તેની માતાને મારી નાખવાની ધમકી આપી હતી. આવી ઘટનાઓ સતત બની રહી હોવાથી, કોમલ પરમારે ઉકેલ મેળવવા માટે અભયમ હેલ્પલાઇન ડાયલ કરવાની ફરજ પડી હતી. વાતચીતમાં જાણવા મળ્યું કે કિશોરી માતા-પિતાને નુકસાન પહોંચાડવા માંગતી હતી.

માતાએ દીકરીનો ફોન છીનવી લીધો
કિશોરી ઇચ્છતી હતી કે માતા જંતુનાશક લેસ્ડ ખાંડનું સેવન કરે અથવા લપસણા ફ્લોર પર લપસી જાય અને માથામાં ઈજા થાય. માતાએ થોડા દિવસો પહેલા તેનો ફોન છીનવી લીધો હતો અને તેને પાછો આપવાની ના પાડી દીધી હતી. ત્યારથી, છોકરી હિંસક થઈ ગઈ હતી,” અભ્યમ 181 મહિલા હેલ્પલાઈન સાથેના કાઉન્સેલરે જણાવ્યું હતું.

છોકરી લગભગ આખી રાત ફોન પર વિતાવતી હતી
માતાપિતાએ જણાવ્યું કે છોકરી લગભગ આખી રાત ફોન પર વિતાવતી હતી, ઓનલાઈન મિત્રો સાથે ચેટ કરતી હતી અથવા સોશિયલ મીડિયા પર રીલ અથવા પોસ્ટ જોવામાં સમય પસાર કરતી હતી. તેના કારણે તેના અભ્યાસ અને સામાજિક જીવનમાં ખૂબ જ અવરોધ ઊભો થયો હતો.

માતાએ અભયમ હેલ્પલાઈન પર કર્યો ફોન
માતાપિતા આઘાત પામ્યા કારણ કે તેઓએ પોતાના સંતાન તરફથી આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી કરી. કાઉન્સેલરોએ કહ્યું કે તેઓ વધુ આઘાતમાં છે કારણ કે તેઓએ તેમના લગ્નના 13 વર્ષ પછી જન્મેલા એક અમૂલ્ય બાળકની જરુરિયાતો પૂરી પાડવા માટે કોઈ કસર છોડી ન હતી. અભયમ હેલ્પલાઈનના સંયોજક ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, પરંતુ હેલ્પલાઈન સાથેનો આ એક જ કેસ નથી . “2020 અથવા કોવિડ રોગચાળા પહેલાં, અમને દિવસમાં માંડ 3-4 કૉલ આવતા હતા. છેલ્લાં બે વર્ષમાં આખા દિવસમાં લગભગ 12-15 કૉલ્સ સાથે ટક્કાવારી ત્રણ ગણી વધી ગઈ છે. તે વાર્ષિક 5,400 કૉલ્સનો હિસ્સો ધરાવે છે. કોવિડ સમયગાળા દરમિયાન બાળકો મોબાઈલના વ્યસની બન્યા.

શું કહ્યું મનોચિકિત્સકે?
કાઉન્સેલર્સે જણાવ્યું હતું કે, ઓનલાઈન ગેમ્સ અને સોશિયલ મીડિયા એ કિશોરો દ્વારા બે મુખ્ય પ્રવૃત્તિઓ છે. ડૉ. હંસલ ભચેચ, એક મનોચિકિત્સકે જણાવ્યું હતું કે આંકડાઓ વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. “જ્યારે અન્યને નુકસાન પહોંચાડવું એ બાળકોના ફોન લઈ લીધા પછીની રીવર્સ પ્રતિક્રિયા રુપે આવે છે. અમને ઘણીવાર એવા કિસ્સાઓ મળે છે કે જ્યારે કિશોરો તેમના ફોન જપ્ત કરવામાં આવે છે ત્યારે તેઓ સ્વ-નુકસાનની વૃત્તિ દર્શાવે છે,” ને બીજાને પણ નુકસાન પહોંચાડતા ડરતા નથી.

આ પણ વાંચો: સ્ટ્રેસ અને તણાવને દુર કરવા કરશે આ પ્રેશર પોઇન્ટઃ જાદુઇ અસર થશે

Back to top button