ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ટ્રેનમાં મુસાફરી કરતાં રાખો સાવચેતી, મોબાઈલ ફોન તથા લેડીઝ પર્સની ચોરી વધી

  • ટ્રેનમાં ઊંધતી વખતે પોતાનો ફોન ચાર્જમાં રાખશો નહી.
  • મુસાફરી દરમીયાન પોતાનું કિંમતી સામાન સાચવીને મુકો.

HD ન્યૂઝ ડેસ્ક: ટ્રેનની મુસાફરી કરવી આમ તો દરેક માટે લાભદાઈ જ હોય છે, પરંતુ ટ્રેનમાં મુસાફરી કરનારાં ઘણાં હોવાથી રોજ ભીડ રહેતી જ હોય છે. આવામાં ચોરો ઘણી વાર આ ભીડનો લાભ લઈને કોઈનું પર્સ તો કોઈનો મોબાઈલ ફોન ચોરી લેતાં હોય છે. ત્યારે હમણાં જ છાયા પૂરી રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ચઢતા સમયે ભીડનો લાભ ઉઠાવી યુવકનો મોબાઈલ ફોન તથા બાંદ્રા ઉદેપુર એક્સપ્રેસ ટ્રેનમાં નિદ્રાધીન મહિલા મુસાફરના લેડીઝ પર્સની ચોરીના બનાવ સામે આવ્યા છે.

ટ્રેનમાં ઊંધતી વખતે પોતાનો ફોન ચાર્જમાં રાખશો નહી:

ઘણી વખત આપણે ટ્રેનમાં લાંબો રુટ હોય ત્યારે રાત્રી દરમીયાન ફોન વાપરીને ફોન ઘણી વાર ચાર્જમાં જ મુકીને સુઈ જતાં હોઈએ છીએ, ત્યારે ઘણી વાર ટીસી આવેને એમને ધ્યાને પડેતો તેઓ જાણ કરતાં જ હોય છે, પરંતુ ધણી વાર ફોન ચાર્જમાં જ રહી જતો હોય છે ત્યારે ટ્રેનમાં ફરી રહેલાં અમુક તત્વો તે ફોનની ચોરી કરી લેતાં હોય છે. જેથી ટ્રેનમાં મુસાફરી વખતે તમારે તમારો સામાન સાચવીને મુકવો જોઈએ.

ટ્રેનમાં મુસાફરી કરતાં રાખો સાવચેતી, મોબાઈલ ફોન તથા લેડીઝ પર્સની ચોરી વધી

ટ્રેનમાં જો ઊંધતાં હોવ તો પોતાનું કિંમતી સામાન સાચવીને મુકો:

બાપોદ ગામ ખાતે રહેતો જયદીપસિંહ ઠાકોર 20 મેના રોજ ઉજ્જૈન જવા માટે છાયા પૂરી રેલવે સ્ટેશન ખાતેથી સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર એસ 2 માં ચઢ્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં ચડતા સમયે અજાણ્યો ગઠિયો તેમની નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી રૂ.30 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી નાસી છૂટ્યો હતો. જ્યારે બીજા બનાવમાં રાજસ્થાનના રહેવાસી અંકિત મારુ બાંદ્રા ઉદેપુર એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર ત્રણમાં પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન તેમના પત્ની ઊંઘમાંથી ઉઠતા મોબાઈલ ફોન તથા બાળકના ચાંદીના કડા સહિત કુલ 19 હજારની મત્તા સાથેનું લેડિઝ પર્સ ચોરી થયાનું બહાર આવ્યું હતું.

  • સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે, ‘જો સામાન કે રોકડની ચોરી ટ્રેનમાં થશે તો જવાબદારી મુસાફરની રહેશે’

સુપ્રીમ કોર્ટે ટ્રેન મુસાફરીને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કોઈ યાત્રીના પૈસા ચોરાઈ જાય તો તેને રેલવેની સેવાઓમાં ઉણપ ન ગણી શકાય. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ડિવિઝન બેન્ચે ગ્રાહક ફોરમ દ્વારા પસાર કરાયેલા આદેશને ફગાવી દીધો હતો, જેમાં રેલવેને ચોરાયેલી રોકડ પેસેન્જરને ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જો કોઈ યાત્રીના પૈસા, ઘરેણાં કે સામાન ટ્રેનમાંથી ચોરાઈ જાય તો તેને રેલવેની સેવામાં ખામી ન ગણી શકાય.

આ પણ વાંચો: માથાભારે વકીલ! પરસ્પર ઝઘડા બાદ કોર્ટ પરીસરમાં કર્યું ફાયરીંગ

Back to top button