દિવાળી ગિફ્ટ આપવામાં આટલું રાખજો ધ્યાન, આ વસ્તુઓ છે અશુભ
- દિવાળી સુખ સમૃદ્ધિનો તહેવાર છે. દિવાળી પર પોતાના નજીકના લોકોને ગિફ્ટ આપવાની પરંપરા છે. એકબીજાને ગિફ્ટ આપવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, પરંતુ શું તમને ખ્યાલ છે કે દિવાળીની ગિફ્ટમાં કોઈ પણ વ્યક્તિને ભૂલથી પણ આ ચાર વસ્તુઓ ગિફ્ટમાં ન આપવી જોઈએ
દિવાળી એ ખુશીઓનો તહેવાર છે. દિવાળી પર મિત્રોને મીઠાઈ અને ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. દિવાળી પર તમારા સંબંધીઓ અને પ્રિયજનોને ભેટ આપવાથી સંબંધોમાં પ્રેમ વધે છે. પરંતુ, દિવાળી પર કોઈને ગિફ્ટ આપતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ દિવાળી પર ગિફ્ટ ન કરવી જોઈએ.
નટરાજની મૂર્તિ ભેટમાં ન આપો
ઘણા લોકો તેમના સંબંધીઓ કે પ્રિયજનોને નટરાજની મૂર્તિ ભેટમાં આપે છે. પરંતુ, શું તમે જાણો છો કે નટરાજની મૂર્તિ ઘરમાં રાખવી અશુભ છે. નટરાજના રૂપમાં શિવ એક અસૂરને મારી રહ્યા છે. તેથી, તે ગિફ્ટમાં આપવી અશુભ માનવામાં આવે છે.
ભેટ તરીકે તીક્ષ્ણ વસ્તુઓ ન આપો
દિવાળી પર કોઈને ગિફ્ટ આપવા જઈ રહ્યા હોવ તો ગિફ્ટમાં ચાકુ સેટ, કે કાતર જેવી કોઈ પણ ધારદાર વસ્તુઓ ન આપો. આવી ભેટ આપવાથી તમારા પ્રિયજન સાથેનો સંબંધ બગડી શકે છે.
તાજમહેલ અને ડૂબતી નૌકાની તસવીરો કે મૂર્તિઓ ન આપો
તાજમહેલ જોવામાં ખૂબ જ સુંદર છે. લોકો ઘણીવાર તાજમહેલનો શોપીસ ભેટમાં આપે છે, પરંતુ, કોઈને પણ તાજમહેલ અથવા ડૂબતી હોડીની તસવીર કે પ્રતિમા ભેટમાં ન આપો.
એલ્યુમિનિયમની વસ્તુઓ ભેટ તરીકે ન આપો
દિવાળી પર તમારા કોઈપણ સંબંધી અથવા પ્રિયજનને એલ્યુમિનિયમની વસ્તુઓ ભેટમાં ન આપો કારણ કે એલ્યુમિનિયમની વસ્તુઓનો સંબંઘ રાહુ સાથે છે. આ પ્રકારથી ભેટ આપવાથી તમારે રાહુના નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ પ્રદૂષણથી ચિંતિત ભગવાન તમારી મદદે આવ્યાઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ