પેકેટમાં મળતા ગાંઠિયા ખાતા પહેલા વાંચી લો આ સમાચાર
સાબરકાંઠા, તા.11 જાન્યુઆરી, 2025: આજકાલ લગભગ દરેક ફરસાણ તૈયાર પડીકામાં મળે છે. વિવિધ કંપનીઓ તેમના ઉત્પાદન કરે છે. સાબરકાંઠામાં એક જાણીતી કંપનીના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળતાં હડકંપ મચી ગયો હતો.
હિંમતનગરના પ્રેમપુરમાં ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મૃત ઉંદર નીકળવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રેમપુર ગામમાંથી એક દુકાનમાંથી 500 ગ્રામ ગોપાલ કંપનીના ગાંઠિયાનું પેકેટ ખરીદવામાં આવ્યું હતું. આ ગાંઠિયા બાળકીને ખાવા માટે આપવામાં આવ્યા હતા, ત્યારે પેકેટમાંથી નાનો મૃત ઉંદર નીકળ્યો હતો. બાળકીની માતાએ જ્યારે પેકેટમાં હાથ નાખી ગાંઠિયા લેવા ગયા ત્યારે તેમને મૃત ઉંદર જોવા મળ્યો હતો. આ ઘટના બાદ બાળકીને ઝાડા થતાં તેના પિતા તેને તાત્કાલિક સરકારી દવાખાને લઈ ગયા હતા.
પરિવારનો આક્ષેપ છે કે, ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવા જતાં હાલ કચેરી બંધ થતા સોમવારે જાણ કરવાનું જણાવાયું હતું. જ્યારે પરિવારે જે દુકાનમાંથી પેકેટ લીધું હતું, ત્યાં પહોંચીની રજૂઆત કરી તો ગોપાલ એજન્સીએ પેકેટ બદલી આપવાનું જણાવ્યું હતું. હાલ આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, જાણો બચવા શું કરશો