ગુજરાત

શ્રાવણ માસના ઉપવાસમાં બહારના ફરાળી નાસ્તા ખાતા લોકો સાવધાન

  • ફરાળી પેટીસા નામે મકાઈના લોટ તેમજ સ્ટાર્ચની ભેળસેળ
  • સ્વામીનારાયણ ફરસાણ એન્ડ સ્વીટ -પાર્થ રેસ્ટોરેન્ટને નોટીસ
  • 5 ફૂડ બિઝનેશ ઓપરેટરોને નોટિસ આપવામાં આવેલ

શ્રાવણ માસના ઉપવાસ બહારના ફરાળી નાસ્તા ખાતા લોકો સાવધાન થઇ જાવ. કાણકે નકલી ફરાળી પેટીસ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. મહાપાલિકા દ્વારા ચેકિંગ કરવામાં આવતા પેટીસમાં મકાઈના લોટની ભેળસેળ થતી હતી.

આ પણ વાંચો: સુરતમાં ઉનપાટિયા ખાતે વેફર લેવા ગયેલી સગીરાનું અપહરણ કરી પીંખી નાખી 

ફરાળી પેટીસા નામે મકાઈના લોટ તેમજ સ્ટાર્ચની ભેળસેળ

રાજકોટમાં પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરતા ભાવિકોના આ ઉપવાસ નિષ્ફળ જાય તેવી ફરાળી પેટીસનું વેચાણ થતું હોવાનુ કૌભાંડ ઝડપી લેવાયું છે. ફરાળી પેટીસા નામે મકાઈના લોટ તેમજ સ્ટાર્ચની ભેળસેળ કરીને બનાવાયેલી પેટીસનું વેચાણ કરવામાં આવતું હતું. મહાપાલીકા દ્વારા ત્રણ સ્થળે ચકાસણીમાં આવી વાનગી મળી આવી છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ પનીરના 2 નમૂના રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયા છે.

આ પણ વાંચો: ગુજરાત: પાનમસાલાના વિક્રેતાઓને ત્યાંથી રૂ1.10 કરોડની ટેક્સચોરી ઝડપાઇ 

5 ફૂડ બિઝનેશ ઓપરેટરોને નોટિસ આપવામાં આવેલ

પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક તથા વિક્રેતાઓનું સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. ફરાળી ખાધ્યચીજોની ભેળસેળ કરતાં તપાસ દરમિયાન કુલ 178 કી.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે. તેમજ 5 ફૂડ બિઝનેશ ઓપરેટરોને નોટિસ આપવામાં આવેલ છે.

આ પણ વાંચો: લો બોલો, રૂ.2000ની નોટબદલીમાં 3 મહીનામાં 2000 કરોડ બેંકોમાં ડિપોઝીટ આવી

જય સીતારામ ડેરી ફાર્મમાં આશરે 50 કી.ગ્રા. ફરાળી પેટીશ નાશ કરાઇ

જય સીતારામ ડેરી ફાર્મ, મહાદેવવાડી મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં ફરાળી પેટીશમાં મકાઈનો લોટ વપરાશ કરેલ હોવાનું માલૂમ પડતાં આશરે 50 કી.ગ્રા. ફરાળી પેટીશ તથા 60 કી.ગ્રા. મકાઇનો સ્ટાર્ચ મળીને કુલ 110 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ છે. તેમજ ખુશ્બુ ગાંઠિયા એન્ડ પેટીશ, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં ફરાળી પેટીશમાં મકાઈનો સ્ટાર્ચ વપરાશ કરેલ હોવાનું માલૂમ પડતાં આશરે 25 કી.ગ્રા. ફરાળી પેટીશ તથા 02 કી.ગ્રા. મકાઇનો સ્ટાર્ચ મળીને કુલ 27 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ચંદ્રયાન-૩ની સફળતા માટે આજે સમુહ પ્રાર્થના કરાશે 

સ્વામીનારાયણ ફરસાણ એન્ડ સ્વીટ -પાર્થ રેસ્ટોરેન્ટને નોટીસ

સ્વામીનારાયણ ફરસાણ એન્ડ સ્વીટ -પાર્થ રેસ્ટોરેન્ટ, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં વાસી ફરાળી પેટીશ 02 કી.ગ્રા. સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ છે. તથા જય સીતારામ ડેરી ફાર્મ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં ફરાળી પેટીશમાં મકાઈનો સ્ટાર્ચ વપરાશ કરેલ હોવાનું માલૂમ પડતાં આશરે 10 કી.ગ્રા. ફરાળી પેટીશ તથા 03 કી.ગ્રા. દાઝીયું તેલ મળીને કુલ 13 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ છે. તેમજ ભગવતી ફરસાણ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં વાસી ફરસાણ આશરે 21 કી.ગ્રા., વાસી પડતર મીઠાઇ 03 કી.ગ્રા., વોશિંગનો સોડા 02 કી.ગ્રા. મળીને કુલ 26 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ છે.

Back to top button