અમદાવાદના આ રોડ પર જતા સાવધાન, લકઝયુરિયસ કારની એવરેજ સ્પીડ 100ને પાર
- મોડી રાતના યુવાનો સરેરાશ 100-120 કે તેથી વધુની સ્પીડે કાર હંકારી સ્ટંટ કરે છે
- એપ્રિલ મહિનામાં જ ઓવરસ્પીડિંગના કુલ 9,804 કેસ, 2.12 કરોડનો દંડ ફટાકારાયો
- સ્પીડગનમાં સાંજના છ વાગ્યા પછી વિઝન રહેતું ન હોવાથી કારનો નંબર દેખાતો નથી
અમદાવાદના આ રોડ પર જતા સાવધાન રહેજો. કારણ કે લકઝયુરિયસ કારની એવરેજ સ્પીડ 100ને પાર થઇ છે. જેમાં સૂર્યાસ્ત બાદ સિંધુભવન, SGહાઈવે પર લકઝયુરિયસ કારની એવરેજ સ્પીડ એકધારી 100ને પાર આવી છે. અમદાવાદમાં ગત એપ્રિલ મહિનામાં જ ઓવરસ્પીડિંગના કુલ 9,804 કેસ, 2.12 કરોડનો દંડ ફટાકારાયો છે.
આ પણ વાંચો: ગુજરાત: મહુડી જિનાલયના હાલના બે ટ્રસ્ટીએ 130 કિલો સોનાની હેરાફેરી કરી
સ્પીડગનમાં સાંજના છ વાગ્યા પછી વિઝન રહેતું ન હોવાથી કારનો નંબર દેખાતો નથી
સ્પીડગનમાં સાંજના છ વાગ્યા પછી વિઝન રહેતું ન હોવાથી કારનો નંબર દેખાતો નથી. ટેક્નોસેવીના દાવા પોકળ સાબિત થયા છે. તેમાં મોટા ભાગના મેમો સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધીમાં જ ઇશ્યૂ થાય છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઓવરસ્પીડિંગથી વારંવાર અકસ્માત સર્જાતા હોવા છતાં કેટલાક નબીરાઓ ઓવરસ્પીડમાં લક્ઝયુરિયસ કાર હંકારી રહ્યા છે. ઈસ્કોન બ્રિજ પર બનેલા તથ્યકાંડમાં બોધપાઠ લેવાના બદલે નબીરાઓમાં હજુ ફૂલ સ્પીડમાં કાર ચલાવવાનો ક્રેઝ સતત વધી જ રહ્યો છે. શહેરમાં ઓવરસ્પીડિંગ માટેના હોટસ્પોટ તરીકે સિંધુભવન રોડ, સીજી રોડ, રિંગ રોડ, આઇઆઇએમ રોડ, એસજી હાઇવેનો સમાવેશ થાય છે.
મોડી રાતના યુવાનો સરેરાશ 100-120 કે તેથી વધુની સ્પીડે કાર હંકારી સ્ટંટ કરે છે
આ સ્થળે પર મોડી રાતના યુવાનો સરેરાશ 100-120 કે તેથી વધુની સ્પીડે કાર હંકારી સ્ટંટ કરે છે અને નાગરિકોના જીવ જોખમમાં મૂકે છે. એડવાન્સ ટેક્નોસેવીના દાવા કરતું તંત્ર લક્ઝયુરિયસ કાર ચલાવતા નબીરાઓની સ્પીડ ઘટાડવામાં સદંતર નિષ્ફળ નીવડયું છે, તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, સાંજના છ વાગ્યા પછી સ્પીડ માપવાનું સાધન સ્પીડગનમાં વિઝન રહેતું નથી. આથી કારનો નંબર જોઈ શકાતો નથી. જેનો કેટલાક નબીરાઓ ગેરફાયદો ઉઠાવી 100થી વધુની સ્પીડમાં કાર હંકારે છે. ટ્રાફિક પોલીસના આંકડા મુજબ, શહેરમાં ગત એપ્રિલ માસમાં જ ઓવરસ્પીડિંગના કુલ 9,804 કેસ નોંધી રૂ. 2.12 કરોડનો દંડ ફ્ટકારાયો છે.