થઈ જાઓ સાવધ અજાણ્યા કોલથી, નહીં તો બનશો ‘VOICE CLONING SCAM’નો ભોગ
- હેકર્સનું નવું હથિયાર ‘VOICE CLONING SCAM’
- તમારો વોઈસ રેકોર્ડ કરીને થાય છે સ્કેમ
- માટે પોતાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા ન કરો અપલોડ
HDNEWS, 17 એપ્રિલ: હેકર્સનું નવું હથિયાર ‘VOICE CLONING SCAM’ , ટેકનોલોજીની દુનિયામાં રોજે રોજ નવા ઈનોવેશન થતા હોય છે. આ ઈનોવેશન લોકોની સુખાકારી માટેના હોય છે. પણ તેના ગેરઉપયોગથી પણ ઘણો થઈ રહ્યો છે. આજની ડિજિટલ દુનિયામાં ચોર પણ ડિજિટલ થઈ ગયા છે. અને બંદુક,ચપ્પાની જગ્યાએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમારી સ્ક્રીન પર ધાડ મારે છે. આજકાલ સાઈબ્ર ક્રાઈમની દુનિયામાં ‘VOICE CLONING SCAM’ ખુબ જ ચર્ચાઈ રહ્યું છે. શું છે VOICE CLONING ટેક્નોલોજી અને કેવી રીતે થાય છે તેના થકી ફ્રોડ જાણો વિસ્તારપૂર્વક. હજુ થોડા મહિનાઓ પહેલા જ ‘VOICE CLONING SCAM’ના કિસ્સા સામે આવ્યા છે જે આજકાલ હવે ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે.
લેટ્સ ટેક અ ‘EXAMPLE’
ધારો કે તમને કોઈ ફોનકોલ આવ્યો અને તેમાં તમારા છોકરા કે છોકરીને રડીને બચાવવાની રિક્વેસ્ટ આવે છે તો તમને કેવો ધ્રાસકો લાગે. આ પછી તમને પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે તો તમે ગભરાઈને સમજ્યા વિચાર્યા વગર જે નંબર પરથી ફોનકોલ આવ્યો તેને પૈસા તરત જ ટ્રાન્સફર કરી દેશો. બસ કંઈક આ જ રીતે સાઈબર ક્રિમિનલ્સ તમારા ખિચ્ચા ખાલી કરશે. તો કઁઈક આ રીતે થાય VOICE CLONING SCAM છે.
VOICE CLONINGની પરખ કરો
હવે A.I. નો દરેક ક્ષેત્રમાં છુટથી ઉપયોગ થઈ રહ્યો છે. A.I. ની મદદથી તમારું કામ તો સરળ થઈ જાય છે પણ તેની સામે આજકાલ ખતરા પણ તોળાયેલા હોય છે. VOICE CLONING પણ એક એવો જ ખતરો છે. જેમાં સ્કેમર્સ A.I.ની મદદથી પહેલાતો કોઈનો અવાજ કોપી કરશે પછી આ અવાજનું ક્લોન જનરેટ કરીને લોકોને ધમકાવશે. આજકાલ સ્કેમર્સનું આ નવું હથિયાર બની ચૂક્યું છે જેનાથી સાવધ રહેવા જેવું છે. જો તમને પણ કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે છે તો સૌથી પહેલાં તો તે નંબરની તપાસ કરો. જો કોલ પર તમને તમારા સ્વજનનો કે પછી તમારા ઘરના લોકો મુસીબતમાં ફસાઈ ગયા છે અને પૈસાની મદદ માંગે છે તેવું કહેતા સાંભળો તો તમારે સાવધ રહેવાની જરુર છે અને તે સાથે જ તરત પૈસા પણ ટ્રાન્સફર ન કરવા જોઈએ. પૈસા ટ્રાન્સફર કરતા પહેલા ફોન કરનાર વ્યક્તિની પુરી જાણકારી મેળવો કે જેમણે તમારી પાસે પૈસાની માંગ કરી છે. આ સાથે જ જેણે ફોન કોલ કર્યો છે તેના અવાજને ધ્યાનથી સાંભળો. કારણ કે A.I. ભલે ગમે તેટલું શક્તિશાળી બને પણ માણસની કોપી ટુ કોપી અવાજ ન કાઢી શકે. જો તમે અવાજને ધ્યાનથી સાંભળશો તો તમને ફરક જણાઈ આવશે.
ન કરશો પોતાનો ઓડિયો કિલ્પ ઓનલાઈન અપલોડ
વોઈસ ક્લોનિંગ એપ લઈને પણ કેટલાકના મનમાં પ્રશ્નો થતા હોય છે કે આપણા અવાજનું ક્લોનિંગ કેવી રીતે થઈ શકે છે તો તે વિશે પણ તમને જણાવી દઈએ કે આજકાલ લોકો પોતાનાો ઓડિયો ક્લિપને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. બસ તેનો જ ફાયદો ઉઠાવીને તમારા ઓડિયોની કોપી કરે છે. આથી તમારે પણ આ પ્રકારે ઓડિયો ક્લિપ કોઈ પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા બચવું જોઈએ.
આ રસ્તા અપનાવે છે સ્કેમર્સ
- વોઈસ ક્લોનિંગ કરવા માટે સ્કેમર્સ સૌથી પહેલા અજાણ્યા નંબરથી કોલ કરશે.
- કોલ કર્યા પછી સ્કેમર્સ તમારો અવાજ રેકોર્ડ કરશે.
- 5 સેકન્ડ સુધી તમારો અવાજ રેકોર્ડ કરીને ફોન કટ કરશે.
- 5 સેકન્ડના રેકોર્ડ કરેલા અવાજને ક્લોન કરશે.
- પછી તમારા રિલેટિવ્સને ફોન કરીને ધમકાવશે.
આ પણ વાંચો: શું દુબઈમાં કૃત્રિમ વરસાદના કારણે સર્જાઈ તારાજી? રેતાળ જમીન પર આટલો અચાનક વરસાદ પડ્યો કેમ?