ગુજરાતટોપ ન્યૂઝ

બહારની પકોડીના શોખીનો સાવધાન, પાણીપૂરી ખાધા પછી 14 વર્ષની બાળકીનું થયુ મોત

  • સિવિલ કેમ્પસની કિડની ઈન્સ્ટિટયૂટમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો
  • પાણીપૂરી ખાધા પછી હિપેટાઈટિસની અસર થઈ હતી
  • લીવર ફેઈલ થવા પાછળ દારૂ જ નહિ પરંતુ જંકફૂડની કૂટેવ

બહારની પકોડીના શોખીનો સાવધાન, પાણીપૂરી ખાધા પછી 14 વર્ષની બાળકીનું મોત થયુ છે. સતત બહારનો ખોરાક, જંકફૂડની કૂટેવ અત્યંત જોખમી સાબિત થઇ રહી છે. વાઇરલ ઈન્ફેક્શન, ચેપી રોગ, હિપેટાઈટિસને હળવાશથી ન લેતાં તથા આડેધડ દવાઓ ખાવાની ટેવ પણ ભારે પડી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હૃદયરોગને લગતા કેસ વધ્યા, દર્દીઓનો આંકડો જાણી રહેશો દંગ 

લીવર ફેઈલ થવા પાછળ દારૂ જ નહિ પરંતુ અત્યંત નબળી જીવનશૈલી પણ જવાબદાર

ગુજરાતમાં લીવર ફેઈલ થવા પાછળ દારૂ જ નહિ પરંતુ અત્યંત નબળી જીવનશૈલી પણ જવાબદાર છે. જંકફૂડ, સતત બહારનું ભોજન ખાવાની ટેવ કમળા અને લીવરની બીમારી નોતરી શકે છે. થોડાક સમય પહેલાં જ અમદાવાદ સિવિલ કેમ્પસની કિડની ઈન્સ્ટિટયૂટમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો, જેમાં 14 વર્ષની બાળકીને પાણીપૂરી ખાધા પછી હિપેટાઈટિસની અસર થઈ હતી, હિપેટાઈટિસ એ લીવર સાથે જોડાયેલો રોગ છે, સ્થિતિ એટલી ગંભીર થઈ કે, 14 વર્ષની બાળકી પર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની નોબત આવી હતી. અલબત્ત, લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ બાળકીનું મોત થયું હતું. તેમ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (સોટ્ટો)ના કન્વીનર ડો. પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: આજથી અમદાવાદના રોડ પર ઓટોરિક્ષા જોવા નહી મળે 

તબીબોએ કહ્યું કે, આડેધડ દવાઓ ખાવાની ટેવ પણ ભારે પડી શકે છે

તબીબોએ કહ્યું કે, આડેધડ દવાઓ ખાવાની ટેવ પણ ભારે પડી શકે છે. વધારે પડતી ગોળી ખાવાનો એક કેસ થોડાક સમય પહેલાં હોસ્પિટલમાં આવ્યો હતો. જેમાં દર્દીના લીવરને અસર થઈ હતી. જંકફૂડ સહિત સતત બહારનું ખાવાની ટેવના કારણે દર્દીઓના લીવરને તો અસર થઈ રહી છે. સાથે જ દર્દીઓના આયુષ્યમાં દસેક વર્ષ જેટલો ઘટાડો થઈ રહ્યો છે. લીવરના સતત વધતાં કેસ ચિંતાજનક છે. શરીર બીમારીનું ઘર બને તે પહેલાં જ લોકોએ ચેતી જવાની જરૂર છે. બહારનો વધુ પડતો ખોરાક લેવો ન જોઈએ, યોગ્ય આહાર, હળવી કસરત જેવી જીવનશૈલી અપનાવવી જરૂરી છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની મેગા ઈવેન્ટ, જાણો પરફોર્મ કરનાર સ્ટાર્સની યાદી

વાયરલ ઈન્ફેક્શન, ચેપી રોગ, હિપેટાઈટિસ વગેરેને હળવાશથી લેવા ન જોઈએ

મહત્ત્વનું છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 600થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે, આ ટ્રાન્સપ્લાન્ટ બાદ અંદાજે 36 ટકા જેટલા દર્દીનાં મોત થયા હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે જ્યારે 64 ટકા જેટલા દર્દી સ્વસ્થ છે. ગુજરાતમાં અત્યારે પણ 228 જેટલા દર્દી એવા છે જે લીવરનું દાન મળે તેની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં 530 જેટલા વીલર બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાનથી મેળવાયા છે. એકલા વર્ષ 2022માં અંદાજે 186 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. એકંદરે વાયરલ ઈન્ફેક્શન, ચેપી રોગ, હિપેટાઈટિસ વગેરેને હળવાશથી લેવા ન જોઈએ.

Back to top button