- પેમેન્ટ રિસીવ કરવા UPI પિનની જરૂર નથી તે યાદ રાખો
- QR Code સ્કેન કર્યા બાદ દુકાનદાર સાથે નામ કન્ફર્મ કરો
ઓનલાઇન સ્કેમ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે લોકોને હંમેશા સાવધાન રહેવાનુ કહેવામાં આવે છે. અત્યારે QR Code Scam પણ ચાલી રહ્યુ છે. તમે QR Code સ્કેન કરશો અને તરત જ તમારા પૈસા સ્કેમર્સના એકાઉન્ટમાં પહોંચી જશે. પહેલા પણ કેટલાય સિક્યોરિટી રિસર્ચ ફર્મ આને લઇને રિપોર્ટ કરી ચુક્યા છે.
QR Code Scam નવું નથી. ઘણી વખત લોકો OLX પર આ કૌભાંડનો ભોગ બને છે. તાજેતરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એક મહિલાએ OLX કેટલીક વસ્તુઓ વેચવા મૂકી હતી. સ્કેમર મહિલાએ કહેલી કિંમતે વસ્તુઓ ખરીદવા તૈયાર થયો હતો. ત્યારબાદ તેણે મહિલાને વોટ્સએપ પર QR Code મોકલ્યો હતો. સ્કેમરે દાવો કર્યો હતો કે તે મહિલાને પેમેન્ટ કરવા ઇચ્છે છે. પેમેન્ટ રિસીવ કરવા માટે PhonePe અથવા GPayમાંથી કોડ સ્કેન કરે અને UPI પિન એન્ટર કરે. આમ કરતા જ મહિલાના એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા હતા.
QR Code સ્કેન કરતી રાખો સાવધાની
મહિલાના ખાતામાંથી પૈસા કપાઈ ગયા તેની જાણ સાયબર ક્રાઇમમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત QR Codeને લઈને વધુ એક કૌભાંડ કરવામાં આવે છે. જ્યાં સ્કેમર્સ પેટ્રોલ પંપ અથવા દુકાન જેવા જાહેર સ્થળે લગાવાયેલા QR Codeને તેમના ક્યૂઆર કોડ સાથે બદલી દે છે. આવા સંજોગોમાં પેમેન્ટ કરતા પૈસા સ્કેમરના એકાઉન્ટમાં ચાલ્યા જાય છે. આ વાતની જાણ ખુબ જ મોડે મોડે થાય છે. તેથી જ્યારે તમે કોઇ દુકાને કે કોઇ જાહેર જગ્યાએ QR Code સ્કેન કરો તો એક વાર વેરિફાઇડ નામને લઇને દુકાનદાર સાથે કન્ફર્મ કરો.
UPI પિન એન્ટર કરવાની જરૂર હોતી નથી
જો કોઇ QR Code સ્કેન કરતા તમને અજાણી વેબસાઇટ પર રિડાયરેક્ટ કરવામાં આવે તો સાવધાન થઇ જાવ. એ વાત યાદ રાખો કે કોઇ પણ પેમેન્ટને રિસીવ કરવા માટે તમારે યુપીઆઇ પિન એન્ટર કરવાની જરૂર હોતી જ નથી. એવા સંજોગોમાં કોઇ તમને પેમેન્ટ સેન્ડ કરવા માટે QR Code સ્કેન કરવાનુ કહે તો એમ ન કરો તેના બદલે સાઇબર ક્રાઇમમાં તેની ફરિયાદ કરો.
આ પણ વાંચોઃ ગુજરાતના ‘ધનવાન’ ઉમેદવારો, તેમની સંપત્તિ જાણીને તમે ચોંકી જશો