

રાજકોટ શહેરમાં ઠેરઠેર પાનના થડા અને દુકાનો ખુલી છે. અહીં લોકો હજારો લીટર કોલ્ડ્રિંક્સ પીવા માટે આવે છે. પરંતુ, કેટલીક એવી પણ દુકાનો છે જ્યાં બિન આરોગ્યપ્રદ પીણું વેંચવામાં આવી રહ્યું છે. જો તમે ધ્યાન નહીં રાખો તો તે તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે.



મહાનગરપાલિકાએ જુદા જુદા વિસ્તારમાં હાથ ધર્યું ચેકીંગ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લક્ષ્મીવાડી, ગાયત્રીનગર મેઇન રોડ, અટિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ઢેબર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં પુજારા પ્લોટ, લક્ષ્મીવાડી ક્વાટર સામે આવેલ શ્યામ ડીલક્સ નામની પાનની દુકાનમાંથી 8 લીટર એક્સપાયર થયેલ ઠંડુ પીણું મળી આવ્યું હતું. જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જનતા પાન કોલ્ડ્રિંક્સ, ખોડિયાર પાન કોલ્ડડ્રિંક્સ, શિવ પાન કોલ્ડ્રિંક્સ, મોમાઈ ડિલક્સ, શ્યામ ડિલક્સ, ચામુંડા કોલ્ડ્રિંક્સ, ત્રિશુલ કોલ્ડ્રિંક્સ, રાજદીપ પાન કોલ્ડ્રિંક્સ, સોના પાન કોલ્ડ્રિંક્સ, બંસીધર પાન કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના પાન કોલ્ડ્રિંક્સ અને ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.