ઉનાળાની ગરમીમા નદીમાં નાહવા જતા હોય તો ચેતજો ! બે પરિવારે એકના એક પુત્રોને ગુમાવ્યા
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો વડોદરા નજીક મહી નદી ઉપર આવેલ સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ અહી આવેલ મહી નદીમાં નાહ્વા પડ્યા હતા. જેમાંથી બે યુવક પાણીમાં ડુબ્યા હતા. જેના કારણે તેઓના મોત નિપજ્યા છે. આ બંન્ને યુવકો પરિવારના એકના એક પુત્રો હતા. જેથી એકના એક પુત્રના મોતના કારણે ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.
નદીમાં નાહવા પડેલા બે યુવકોના મોત
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. અને ઉનાળુ વેકેશન પણ શરુ થઈ ગયું છે. ત્યારે ઘણા લોકો આ સમયે નદી કિનારે નાહવા માટે જતા હોય છે. ત્યારે મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો વડોદરા નજીક મહી નદી ઉપર આવેલ સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા ગયા હતા. અને આ મિત્રો એક સાથે નદીમાં નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન બે મિત્રા પાણીમાં ડુબી ગયા હતા. જેના કારણે તેઓનુ મોત નિપજ્યું હતું. જાણકારી મુજબ આ યુવકોના નામ સાગર અને સોહન છે. તેઓ પરિવારમાં એકના એક પુત્રો હતા. સોહનનું ધો.12નું પરિણામ આવવાનું હતું. જ્યારે સાગરને આણંદમાં BAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
પરિવારના એકના એક પુત્રોના મોતથી પરિવારમાં આક્રંદ
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અહી દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાની મદદથી બંન્ને યુવકોના મૃદતેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બંન્ને તેમના પરિવારના એક ના એક પુત્રો હતા. એકના એક પુત્રોમાં મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને પોલીસે મૃતદેહો કબજે કરીને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : નડિયાદની મેથોડિસ્ટ હોસ્પિટલ કરાઈ સીલ , લેણાની રકમ ન ભરતાં કાર્યવાહી