ગુજરાતટ્રેન્ડિંગ

સાવધાન: તમારી ખાનગી માહિતી જો કોઈને આપતા હોય તો ચેતી જજો, તમારી સાથે પણ થઈ શકે છે આવું

  • પાનકાર્ડ લઈને ગઠિયાઓેએ રુ.3.85 લાખની બારોબાર લોન લઈ લીધી.

HD ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. એવામાં ગાંધીનગરના એક યુવક સાથે ફ્રોડ થયાની ઘટના સામે આવી છે. યુવકને બેંકના નામે ફોન કરીને ગઠિયાએ પાનકાર્ડની વિગતો મેળવી ઈમેઈલ આઈડી બનાવી તેણે યુવને ખબર પણના પડે એમ બારોબાર યુવકના નામે પર્શનલ લોન લઈ લીધી હતી, ત્યાર બાદ પેટીએમ વોલેટ મારફતે એકાઉન્ટના રુ.3.85 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. યુવકને ખબર પડતાં અડાલજ પોલીસ સ્ટેશને સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

ગાંધીનગરના યુવાન જોડે કેવી રીતે થયું ફ્રોડ?

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સાયબરક્રાઇમની ઘટના વધી રહી છે. અનેક વખત સમજાવ્યા પછી પણ લોકો સાઈબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. કોઇના કોઇ મારફતે ગઠિયાઓ ફોન કરીને બેંક ડિટેઇલ મેળવીને છેતરપિંડી આચરી રહ્યા છે. ત્યારે આ વખતે અડાલજની ગુડા આવાસની યોજનામાં રહેતા અને એટીએસની ઓફિસમાં ડ્રાઇવર તરીકે કામ કરતા યુવાનને સાયબર ગઠિયાઓનો શિકાર બન્યો હતો. ગત 1 ઓગસ્ટના રોજ તેના ફોન ઉપર બેંકના કર્મચારીના નામે ફોન આવ્યો હતો અને એકાઉન્ટ સાથે પાનકાર્ડ લીંક કરવાનું કહીંને પાનકાર્ડની વિગતો મેળવી હતી. ત્યાર બાદ તેના વોલેટમાંથી પ્રથમ 25હજાર અને ત્યાર બાદ 16હજાર રૂપિયા કપાયા હતા. તો બીજીબાજુ સાંજના સમયે ખાતામાં 3.85 લાખ રુપિયા જમા થયા હતા. આ દરમ્યાન તેની બહેનનો ફોન આવતા 41હજાર રુપિયા તેણીના ખાતામાં ટ્રાન્સ્ફર કર્યા હતા. જો કે, આ યુવાનના ખાતામાંથી સાંજે 1.88લાખ અને ચાર વખત 49,500 રુપિયા કપાયા હતા. જેથી તપાસ કરતા કોઇ વ્યક્તિએ તેના એકાઉન્ટ મારફતે પર્શનલ લોન લઇને 3.85 લાખ રુપિયા ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ અંગે સાયબર ક્રાઇમમમાં ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ અડાલજ પોલીસ મથકમાં આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સાઈબર ગઠિયાઓથી બચવા આટલુ કરો:

જો તમને કોઈ પણ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે અને તે પોતે બેન્ક ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અથવા કોઈ અન્ય ડિપાર્ટમેન્ટથી જણાવે છે તો સાવધાન રહેવાની જરૂરત છે. આ લોકો લોન અપાવવાનો ઝાંસો આપે છે. વાતચીત દરમિયાન ઘણા પ્રકારની જાણકારી તમારી જોડેથી માંગી લે છે, પરંતુ તમારે આવી કોઈ તમારી પર્સનલ જાણકારી કોઈ સાથે શેર કરવી નહિ. જો એવું કરશો તો તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઇ શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાતએ છે કે તમારા પાન કાર્ડની ડિટેલ્સ કોઈને આપશો નહિ. તમારો પાન નંબર કોઈ સાથે શેર ન કરવો જોઈએ.

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટના 4 જજની બદલી માટે ભલામણ: આ કેસમાં ન્યાયાધીશો રહ્યા છે ચર્ચામાં

Back to top button