અમદાવાદગુજરાત

ધ્યાન રાખજો તમારૂ નકલી ઈન્સ્ટા આઈડી ના બન્યું હોય! અમદાવાદમાં એક જ દિવસમાં 5 ઘટનાઓ

Text To Speech

અમદાવાદ, 7 ડિસેમ્બર 2023, (Ahmedabad)શહેરમાં ગઈકાલે ઇન્સ્ટાગ્રામ પર મોર્ફ્ડ ફોટો પોસ્ટ કરી બીભત્સ લખાણ લખીને બદનામ કરવાની અલગ અલગ ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. (Cyber crime)ત્યારે હવે ઓઢવની મહિલાએ પણ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેના નામના ઈન્સ્ટાગ્રામ આઈડીથી તેના ભાઈને ખરાબ ગાળો લખીને મેસેજ કરવામાં આવ્યાં હતાં. (Fake insta id)તેના નામે ઈન્સ્ટાગ્રામ પર કોઈ આઈડી નહીં હોવા છતાં તેને બદનામ કરવા માટે કોઈ અજાણ્યા શખ્સે આઈડી બનાવીને તેમાં ફોટો અને વીડિયો અપલોડ કરી દીધા હતાં.

ઈન્સ્ટાગ્રામ ખોલીને જોતાં તેમાં મહિલાના વીડિયો મુક્યાં હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ગઈકાલે થલતેજ, નારોલ, ગોતા અને માધવપુરમાં ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે વધુ એક ફરિયાદ ઓઢવની મહિલાએ નોંધાવી છે. જેમાં ઘરકામ કરીને ગુજરાન ચલાવતી આ મહિલાના ભાઈએ તેને કહ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ પર તારા નામના આઈડીથી મને ગંદી ગાળો લખેલો મેસેજ આવ્યો છે. આ એકાઉન્ટ તારૂ છે ત્યારે ફરિયાદી મહિલાએ તેના ભાઈને કહ્યું હતું કે, હાલમાં તેની પાસે કોઈ એકાઉન્ટ નથી. ત્યાર બાદ તેના ભાઈએ મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ ખોલીને જોતાં તેમાં મહિલાના ઘણા બધા વીડિયો મુક્યાં હતાં.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
આ આઈડી ધારક મહિલાના ફોટા કે વીડિયો સાથે જે પણ પોસ્ટ મુકતો હતો તેમાં બિભત્સ લખાણ લખેલી કોમેટ કરતો હતો. જેથી મહિલાના ભાઈએ આઈડી બ્લોક કરી દીધું હતું. આ બનાવના પાંચેક દિવસ બાદ મહિલાના ભાઈના મિત્રનો ફોન આવ્યો હતો કે, તારી બહેનના આઈડીથી મને મેસેજ આવ્યો છે અને તેમાં ગંદી ગાળો લખી છે. જેથી આ એકાઉન્ટ મહિલાને બદનામ કરવા માટે બનાવ્યું હોવાનું જણાતા તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત: ક્રિપ્ટો કરન્સી માટે ડમી એકાઉન્ટ ખરીદનાર ઝડપાયો

Back to top button