ગરમીની સીઝનમાં રાખશો આટલું ધ્યાન, તો નહીં પડો બીમાર
- ગરમીની સીઝનમાં ગરમીને લગતી તકલીફો વધુ થઈ જાય છે. જો આપણે પહેલેથી જ કેટલીક બાબતોની સાવધાની રાખીશું તો અનેક બીમારીઓથી બચી શકીશું
ગરમીની સીઝનમાં બીમાર પડવાનો સૌથી વધુ ડર સતાવે છે. ગરમીમાંથી ઠંડકમાં અને ઠંડકમાંથી અચાનક ગરમીમાં ફરવાનું થાય, કંઈક બહારનું ખાવા-પીવાનું થાય તો પણ બીમાર થઈ જવાય છે. જો આપણે પહેલેથી જ કેટલીક વાતોની સાવધાની રાખીશું તો બીમારીઓથી બચી શકીશું. જાણીએ ગરમીમાં શું ધ્યાન રાખવું જરૂરી છે.
તડકામાંથી આવીને તરત ન નહાશો
તડકામાંથી ઘરે આવીને તરત નહાવા ન જશો. ગરમીની સીઝનમાં બહારનું તાપમાન વધુ હોય છે અને ગરમીથી રાહત મેળવવા માટે આપણે ઘરે આવીને તરત ઠંડા પાણીથી નહાવાની ભૂલ કરીએ છીએ, જે બીમારીઓને આમંત્રણ આપવા બરાબર છે, તેથી એવી ભૂલ ન કરો. થોડી વાર આરામ કર્યા બાદ જ નહાવાનું પસંદ કરો.
એસીની સામે ન બેસો
આપણામાંથી મોટાભાગના લોકો સખત ગરમીમાંથી ઘરે આવીને સીધા એસીની ઠંડી હવા સામે જઈને બેસી જાય છે. આ વસ્તુ તમને બીમાર પાડી શકે છે. આવું બિલકુલ ન કરો. શરીરનું ટેમ્પરેચર નોર્મલ થયા બાદ જ એસી સામે જાવ.
ઠંડુ પાણી પીવાથી બચો
ત્રીજી ભૂલ જે આપણે કરીએ છીએ તે એ છે કે મોટાભાગના લોકો ગરમીની સીઝનમાં તડકામાંથી ઘરે આવીને તરત ફ્રીજનું પાણી પીવાનું પસંદ કરે છે. બહારથી ઘરે પહોંચીને ફ્રિજનું પાણી પીતા પહેલા સતર્ક થઈ જાવ. નોર્મલ પાણી પીવો.
ઠંડી વસ્તુઓ કે બરફ ન ખાવ
તડકામાંથી ઘરે આવ્યા બાદ બરફમાંથી બનેલી વસ્તુઓ જેમકે આઈસક્રીમ, બરફવાળા ડ્રિંક્સ વગેરેનું સેવન ન કરો. જો આમ કરશો તો તમને શરદી-ખાંસી-તાવ થઈ શકે છે.
આ પણ વાંચોઃ ગરમીની રજાઓમાં ફરવા માટે આ રહ્યા બેસ્ટ હિલસ્ટેશન
થોડી વાર આરામ કરો
ગરમીની સીઝનમાં તડકો વ્યક્તિને થકવી દે છે. તેનાથી વ્યક્તિને લેક ઓફ એનર્જી ફીલ થાય છે. તેથી ઘરે પહોંચીને થોડી વાર આરામ જરૂર કરો. આમ કરવાથી તમને અને તમારા શરીરને ફરી વખત એનર્જી મળશે.
હેલ્ધી ફ્રુટ્સ અને હેલ્ધી વસ્તુઓનું સેવન કરો
ગરમીમીની સીઝનમાં સખત તડકો આપણી એનર્જીને શોષી લે છે. આ કારણે આપણે લેક ઓફ એનર્જી ફીલ કરીએ છીએ. તેથી ઘરે પહગોંચીને આરામ કરો અને હેલ્ધી ફ્રૂટ્સનું સેવન કરો.
આ પણ વાંચોઃ ગરમીમાં ઘરના ગાર્ડનમાં ખાસ લગાવો આ છોડ, નહિ કરવી પડે વધુ દેખભાળ