ગુજરાતટ્રેન્ડિંગ

ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ચેતી જજો, 103 લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા

Text To Speech
  • ઓનલાઈન રોકાણના નામે લોભામણી સ્કીમો આપીને ગ્રાહકોને આકર્ષતા
  • રોકાણ મુજબનું વળતર પણ કંપની ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવતી
  • કંપનીએ અચાનક જ રોકાણનું વળતર ચુકવવાનું બંધ કરી દિધુ

આજના આધુનિક યુગમાં ચોરી અને છેતરપિંડી પણ આધુનિક રીતે થઇ રહી છે. જેમાં ઓનલાઇનના જમાનામાં હવે ચીટીંગ પણ ઓનલાઇન થઇ રહી છે. તેમાં જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂપિયાનું ચીટીંગ કરીને રફુ ચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા 103 લોકોએ સહીઓ કરીને રૂ.32.98 લાખ ગુમાવ્યાની એસપીને લેખિત ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે.

ઓનલાઈન રોકાણના નામે લોભામણી સ્કીમો આપીને ગ્રાહકોને આકર્ષતા

શહેરના કેટલાક રોકાણકારો સાથે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરનારી મ્હીપોબ સ્પાર નામની કંપનીના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપીને મોબાઈલ ફોન પર વાતચીત કરતાં હતા. જે શખસો ગ્રાહકોને ઓનલાઈન રોકાણના નામે લોભામણી સ્કીમો આપીને ગ્રાહકોને આકર્ષતા હતાં, અને રોકાણ કરાવતા હોવાનું ભોગ બનેલા 103 લોકોએ જણાવ્યું હતું. ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી મ્હીપોબ સ્પાર નામની ખાનગી કંપનીના જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓએ ઓનલાઈન રોકાણ કરનાર લોકોને લોભામણી સ્કીમો આપીને થોડા થોડા સમયના અંતરે રોકાણ મુજબનું વળતર પણ કંપની ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા કરાવતી હતી.

કંપનીએ અચાનક જ રોકાણનું વળતર ચુકવવાનું બંધ કરી દિધુ

જે બાદ કંપનીએ અચાનક જ રોકાણનું વળતર ચુકવવાનું બંધ કરી દઈ કંપનીના અધિકારીઓએ ફોન ઉપાડવાનું તેમજ વોટસએપ દ્વારા કરેલાં મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું છે. જેથી રોકાણકારોને ખ્યાલ આવી ગયો હતો કે, તેઓની સાથે છેતરપીંડી થઈ છે. આવા જામનગર શહેરના ઓનલાઈન રોકાણ કરનારા 103 લોકો ભેગા થયા હતા, અને પોતાએ ગુમાવેલી રકમ સાથે લેખિતમાં એસપીને રજુઆત કરી છે. જેમાં 103 લોકોએ રૂ.32,68,449 જેટલી રકમ ગુમાવ્યાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ગમખ્વાર અકસ્માત, બાળકી સહિત 3 મૃત્યુ પામ્યા

Back to top button