ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં આ જાણીતી બ્રાન્ડની મીઠાઇ ખાતા પહેલા સાવધાન

Text To Speech
  • મીઠાઈ બનાવવાની તારીખ અને એક્સપાયરી ડેટ પણ લખેલી ન હતી
  • ગ્રાહકને પાર્સલ ખોલતા જ લાડુ પર ફુગનું આવરણ જામેલું જોવા મળ્યું
  • ગ્વાલિયા સ્વીટ્સે ફૂગવાળી મીઠાઈ ગ્રાહકને વેચી છે

અમદાવાદમાં જાણીતી બ્રાન્ડની મીઠાઇ ખાતા પહેલા સાવધાન રહેજો. કારણ કે શહેરના મણિનગરની ગ્વાલિયા સ્વીટ્સે ફૂગવાળી મીઠાઈ ગ્રાહકને વેચી છે. પ્રસાદ ધરાવવા મહિલાએ ઓનલાઇન કેસર લાડુ મંગાવેલા હતા. તેમાં એક્સ્પાયરી ડેટ પણ દર્શાવી ન હતી જેમાં તંત્રે દુકાનને સીલ મારી સંતોષ માન્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMC દ્વારા ઓલિમ્પિક માટે મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે

ગ્રાહકને પાર્સલ ખોલતા જ લાડુ પર ફુગનું આવરણ જામેલું જોવા મળ્યું

ગ્રાહકને પાર્સલ ખોલતા જ લાડુ પર ફુગનું આવરણ જામેલું જોવા મળ્યું હતું. શહેરમાં ઓનલાઇન મંગાવેલી મીઠાઈમાંથી ફૂગ નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. શ્રાવણ માસ શરૂ થઈ ગયો હોવાથી ભગવાનને પ્રસાદ ધરાવવા માટે મણિનગરમાં રહેતા એક પરિવારે ગ્વાલિયા સ્વિટ્સમાંથી ઓનલાઇન માવા કેસર લાડુ મગાવ્યા હતા. જોકે પાર્સલ ખોલતા જ લાડુ પર ફુગનું આવરણ જામેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ મહિલા ફરિયાદ કરવા દુકાને પહોંચી હતી તો દુકાનની અંદર ઘણી મીઠાઈઓ પર ફંગસ હોવાનું જાણવા મળ્યું હતું.

મીઠાઈ બનાવવાની તારીખ અને એક્સપાયરી ડેટ પણ લખેલી ન હતી

આ ઉપરાંત મીઠાઈ બનાવવાની તારીખ અને એક્સપાયરી ડેટ પણ લખેલી ન હતી. હાલ તો મ્યુનિ.ના આરોગ્ય વિભાગે નોટિસ આપી દુકાન સીલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો પ્રસાદરૂપે ભગવાનને અલગ અલગ મીઠાઈઓ ભોગ ધરાવે છે. ત્યારે કેટલાક વેપારીઓ નફાખોરી કરવા માટે બિન્દાસ્તપણે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. વેપારીઓ રીતસર લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી રહ્યા છે. તેમજ અગાઉ પણ કેટલીય વખત આ રીતે જાણીતી બ્રાંડની રેસ્ટોરન્ટ અને પિત્ઝા શોપમાં ખોરાકમાં જીવાત અને જીવડાઓ નિકળવાની ઘટના બનતી રહે છે. જેમાં તંત્ર માત્ર સામાન્ય દંડ ફટકારી છુટી જાય છે. અને જવાબદાર વેપારીઓ થોડા સમય પછી ફરી જેતે કામગીરી કરવા લાગી જાય છે.

Back to top button