ગુજરાતટોપ ન્યૂઝ

વિદેશની એરલાઇનની ટિકિટ સસ્તામાં મળે તો ચેતી જજો

Text To Speech
  • કેનેડાની ઓનલાઇન ટિકિટ બુકિંગના બહાને રૂ. 1.11 લાખ પડાવ્યા
  • ટ્રાવેલ્સવાળાએ પાસપોર્ટની પીડીએફ ફાઇલ ઓનલાઇન મંગાવી
  • અમદાવાદની ગ્રેસિયસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કર્તાહર્તા સામે ગુનો દાખલ

કેનેડાની ઓનલાઇન ટિકિટ બુક કરાવવાના બહાને રૂપિયા 1.11 લાખ પડાવી ઠગાઇ કરનારી અમદાવાદની ટ્રાવેલ્સ એજન્સી સામે ગુનો દાખલ થયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પનીર, ખાદ્ય મસાલા બાદ તેલમાં મીલાવટનું કૌભાંડ

પાલમાં રહેતા જિમ ટ્રેનરના પુત્રને અભ્યાસાર્થે કેનેડા જવાનું હતું

પાલમાં રાજ કોર્નર પાસે લાહ હેલિયોસ સોસાયટીમાં રહેતા તરુણભાઇ મહેન્દ્રભાઇ પટેલ જિમ ટ્રેનર છે. તેમના દીકરા હરીનને કેનેડા અભ્યાસ માટે જવાનું હતુ. હરીને કેનેડા જવા પ્લેન બુક કરાવવા મિત્ર હર્ષિલ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. હર્ષિલને પણ કેનેડા જવાનું હોય તેને અમદાવાદમાં ગ્રેસિયસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો કોલ કરી સંપર્ક કર્યો હતો. તેઓ ઓનલાઇન પ્લેનની ટિકિટ બુકિંગ કરી આપતા હતા. હરિને તે ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: રખડતા શ્વાનનો આતંક, આ શહેરમાં દરરોજ 100 કેસનો આંકડો

ટ્રાવેલ્સવાળાએ પાસપોર્ટની પીડીએફ ફાઇલ ઓનલાઇન મંગાવી

ટ્રાવેલ્સવાળાએ પાસપોર્ટની પીડીએફ ફાઇલ ઓનલાઇન મંગાવી લીધી હતી. ત્યારબાદ એમીરાઇટ્સ પ્લેનની ટિકિટ બુકિંગ અંગેની પીડીએફ ફાઇલ મોકલી અપાઇ હતી. જે બુકિંગનો ખર્ચ રૂપિયા 1.11 લાખ પણ તેઓએ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધો હતો.

આ પણ વાંચો:અમદાવાદની પરિણીતાને સોનાની લાલચ ભારે પડી

ગ્રેસિયસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કર્તાહર્તા સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો

થોડા દિવસો બાદ હર્ષિલે હરીનને કોલ કરી જણાવ્યું કે, ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી તે એજન્ટ ફોન ઉપાડતો નથી. આપણે બંનેને ટિકિટ મળી નથી અને બીજા અન્યો લોકો પણ છેતરાયા છે. એજન્ટ ઓફિસ બંધ કરી ભાગી છૂટયો છે એવું પણ હર્ષિલે જણાવ્યું હતુ. હરીને પણ કોલ કરતા મોબાઇલ બંધ આવતો હતો. આખરે છેતરાયાનો અહેસાસ થતા મામલો પાલ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે અમદાવાદના સોલા સ્થિત ગ્રેસિયસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કર્તાહર્તા સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

Back to top button