તમે પણ બનો સેલિબ્રિટી! પોસ્ટ વિભાગ તમારા શુભ પ્રસંગોની સ્ટેમ્પ બનાવી આપશે
- ઉત્તર ગુજરાત પેટા વિભાગની તમામ હેડ પોસ્ટ ઓફિસમાં સુવિધા ઉપલબ્ધ
આજકાલ દરેક વ્યક્તિ પોતાના જન્મદિન, લગ્ન, એનિવર્સરી અથવા નિવૃત્તિની ખાસ પળોને યાદગાર બનાવવાના માટે કંઈક અનોખું કરવું ઈચ્છે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનના આ મહત્વપૂર્ણ ક્ષણો પર ટપાલ ટિકિટ પણ બહાર પાડી શકાય છે? હા, હવે આ સંભવ છે. આ સંદર્ભમાં માહિતી આપતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગની ‘માય સ્ટેમ્પ‘ સેવા અંતર્ગત લોકોના જીવનના સુંદર પળોને સુંદર રીતે ટપાલ ટિકિટ પર સ્થાન આપવું શક્ય છે અને આ પળોને ટપાલ ટિકિટો દ્વારા હંમેશાં માટે યાદગાર બનાવવું પણ શક્ય છે. અમદાવાદ જી.પી.ઓ સહિતની તમામ હેડ પોસ્ટ ઓફિસમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, 5 રૂપિયાની ટપાલ ટિકિટ પર નવજાત શિશુ, બર્થડે બોય અથવા બર્થડે ગર્લ, નવવિવાહિત યુગલની સુંદર તસવીરો, એનિવર્સરીની ઉજવણીથી લઈને નિવૃત્તિ સુધીના પળોને માય સ્ટેમ્પ દ્વારા સજાવી શકાય છે. આ ટપાલ ટિકિટને દેશભરમાં કોઈપણ પત્રના આદાનપ્રદાન માટે ઉપયોગમાં લઈ શકાય છે. માત્ર ₹300ના ખર્ચમાં 12 ટપાલ ટિકિટોની એક શીટ બનાવી શકાય છે. હેપ્પી બર્થડે, હેપ્પી મેરેજ, હેપ્પી એનિવર્સરી અને હેપ્પી રિટાયરમેન્ટ ની થીમ પર માય સ્ટેમ્પની સીટ ઉપલબ્ધ છે.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, આજની યુવા પેઢી સેલ્ફીની દીવાની છે. આ સેલ્ફી પર પણ ‘માય સ્ટેમ્પ’ના માધ્યમથી ટપાલ ટિકિટ જારી કરી શકાય છે. માય સ્ટેમ્પને એક સુંદર ભેટ તરીકે પણ આપી શકાય છે. જો તમે કોઈને આદર સન્માન આપો છો તો પર્સનલાઈઝ્ડ માય સ્ટેમ્પ દ્વારા આ આદર સન્માન દર્શાવી પણ શકો છો. પર્સનલાઈઝ્ડ કરેલી માય સ્ટેમ્પ પહેલ ખરીદદારોને સ્ટેમ્પ શીટમાં તેમના પોતાના ફોટોગ્રાફ્સ અથવા લોગો ઉમેરવાની મંજૂરી આપે છે જે યાદગાર પ્રસંગો/ઇવેન્ટ્સ સાથે વ્યક્તિગત જોડાણ પણ કરી આપે છે.
આ પણ વાંચોઃ કાલથી દેશના કરોડો મોબાઈલ યુઝર્સને મળશે મોટી રાહત, TRAI લાગુ કરશે આ નિયમ
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X