BCCI ની સમીક્ષા બેઠક : IPL-વર્લ્ડ કપથી લઈ ખેલાડીઓની ફિટનેસ માટે લેવાયા સૌથી મહત્વના નિર્ણયો
મુંબઈમાં BCCIની રિવ્યુ બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં ODI વર્લ્ડ કપ પહેલા વર્ક લોડ મેનેજમેન્ટ અને ખેલાડીઓની ઈજા પર એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સિવાય BCCIએ સમીક્ષા બેઠકમાં 20 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કર્યા છે, જેઓ આગામી ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. જો કોઈ ખેલાડી ઈજામાંથી સાજા થઈને ટીમમાં પાછો ફરે છે, તો તેણે પહેલા યો-યો ટેસ્ટ અને DEXA ટેસ્ટ પાસ કરવી પડશે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ નહિ રમી શકે રિષભ : વિકેટ કીપર માટે આ ખેલાડીઓ વચ્ચે જંગ
BCCI shortlists 20 players for 2023 WC, discusses Yo-Yo test, workload management in review meeting
Read @ANI Story | https://t.co/nPR2XdpSNs#BCCI #BCCIReviewMeeting #JayShah #RahulDravid #RohitSharma #ICCWorldCup2023 #YoYoTest pic.twitter.com/XlHle6sqGr
— ANI Digital (@ani_digital) January 1, 2023
BCCIની સમીક્ષા બેઠકમાં શું થયું?
BCCIની સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાષ્ટ્રીય ટીમમાં યુવા ખેલાડીઓની પસંદગી કરતા પહેલા સ્થાનિક ક્રિકેટના પ્રદર્શનને ધ્યાનમાં રાખવામાં આવશે. જોકે, BCCIએ સમીક્ષા બેઠક બાદ નિવેદન જાહેર કર્યું છે. આ બેઠકમાં બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હાજર હતા. આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ અને પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા આ પ્રસંગે હાજર રહ્યા હતા.
બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખેલાડીઓની ઉપલબ્ધતા, વર્કલોડ મેનેજમેન્ટ અને ફિટનેસ માપદંડો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય આગામી ODI વર્લ્ડ કપ 2023ની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિશ્વકપને ધ્યાનમાં રાખીને કરાશે તૈયારીઓ
ઉલ્લેખનીય છે કે ODI વર્લ્ડ કપ પણ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં BCCI આગામી IPL દરમિયાન મુખ્ય ખેલાડીઓને આરામ આપી શકે છે. આ બેઠકમાં 2022માં ભારતીય ટીમના પ્રદર્શન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની હાર અને T20 વર્લ્ડ કપમાં ભારતની સેમીફાઈનલમાં હાર વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કેપ્ટન રોહિતે કહ્યું ? શા માટે ખેલાડીઓ ફિટ હોવા છતાં વારંવાર ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે !
ભારતના ઘણા મુખ્ય ખેલાડીઓ આ વર્ષે ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બેઠકમાં ઈજાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝમાં ભારતની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ મોટા ખેલાડીઓની ઈજા અંગે વાત કરી હતી. તેણે પૂછ્યું હતું કે શા માટે ખેલાડીઓ ફિટ હોવા છતાં વારંવાર ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે રોહિતે કહ્યું હતું કે, “અમારે તેના તળિયે જવાનો પ્રયાસ કરવો પડશે. મને ખબર નથી કે તે બરાબર શું છે. કદાચ તેઓ વધુ પડતું ક્રિકેટ રમી રહ્યા છે. અમારે તે લોકો પર નજર રાખવાની જરૂર છે.” કારણ કે તે એ સમજવું અગત્યનું છે કે જ્યારે તેઓ ભારત આવે છે, ત્યારે તેઓ સંપૂર્ણપણે ફિટ હોવા જોઈએ.”
BCCI સમીક્ષા બેઠકના મહત્વના નિર્ણયો-
- બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ટીમના મહત્વના ખેલાડીઓને ઈજા થવાની સંભાવના છે તો તેમને આઈપીએલથી દૂર રાખવામાં આવશે.
- ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ અને આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નેશનલ ક્રિકેટ એકેડમી IPL ટીમો સાથે કામ કરશે. ખાસ કરીને એવા ખેલાડીઓ પર નજર રાખવામાં આવશે, જેઓ IPL 2023નો ભાગ હશે.
- યો-યો ટેસ્ટ સિવાય ડેક્સા ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે. તમામ ખેલાડીઓ યો-યો ટેસ્ટ અને DEXA ટેસ્ટના દાયરામાં આવશે.
ખેલાડીઓની ફિટનેસનો ચોક્કસ ખ્યાલ મેળવવા માટે યો-યો ટેસ્ટ સાથે ડેક્સા સ્કેન ઉમેરવાની પણ ભલામણ કરવામાં આવે છે. ડેક્સા સ્કેન દ્વારા ખેલાડીઓના હાડકાની મજબૂતાઈ જાણી શકાય છે. DEXA સ્કેન એ શરીરની રચના અને હાડકાની મજબૂતાઈને માપવા માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે. આ 10-મિનિટનો ટેસ્ટ છે જે શરીરની કુલ ચરબી અને હાડકા અને સ્નાયુઓની મજબૂતાઈને માપે છે.
- રાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરતા પહેલા યુવા ખેલાડીઓને સ્થાનિક ક્રિકેટમાં પ્રદર્શનના આધારે જજ કરવામાં આવશે. રાષ્ટ્રીય ટીમમાં પસંદગીનો આધાર ઘરેલું પ્રદર્શન હશે.
- 20 ખેલાડીઓનો પૂલ બનાવવામાં આવ્યો છે, જેમાંથી ODI વર્લ્ડ કપની ટીમની પસંદગી કરવામાં આવશે.
- નવી બ્લૂ પ્રિન્ટ મુજબ, ખેલાડીઓના સેન્ટ્રલ પૂલ માટે ફિટનેસ અને વર્કલોડ રોડમેપ તૈયાર કરવામાં આવશે, જેના માટે કામ શરૂ થઈ ગયું છે.
ભારતીય ટીમ માટે ખેલાડીઓની ઈજા માથાનો દુખાવા સમાન
ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમ્યાન ખેલાડીઓની ઈજા ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની ગઈ છે. કારણ કે, વર્ષ 2022ના મોટાભાગના સમય માટે દીપક ચહર ઈજાગ્રસ્ત હોવાથી, જસપ્રિત બુમરાહ પીઠના ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. રવીન્દ્ર જાડેજા, જે પગની ઘૂંટીની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.
IPLનો બીજો તબક્કો 2021 T20 વર્લ્ડ કપ પહેલા રમાયો હતો. જેમાં વેંકટેશ અય્યર અને વરુણ ચક્રવર્તીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કોલકાતાની ટીમ પણ ફાઇનલમાં પહોંચી હતી. આ પછી તરત જ, બંને ખેલાડીઓને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં તક આપવામાં આવી અને બંનેએ ઘણી નિરાશ કરી. ભારતની હારમાં આ બંનેનો મહત્વનો ફાળો હતો.
ટીમમાં સ્થાન મેળવવા માટે હવે આઈપીએલ માપદંડ નહીં રહે
તેથી આ કારણોસર હવે ભારતીય ટીમમાં પસંદગી માટે માત્ર આઈપીએલ જ માપદંડ રહેશે નહીં. બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે યુવા ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં પૂરતું ક્રિકેટ રમે તે જરૂરી છે. અગાઉ આઈપીએલમાં ચમકનારા ખેલાડીઓને સીધી ભારતીય ટીમમાં સ્થાન મળતું હતું.