ટ્રેન્ડિંગસ્પોર્ટસ

BCCI ની મોટી જાહેરાત: જસપ્રીત બુમરાહની જગ્ગાએ આ ખેલાડીને મળશે સ્થાન

Text To Speech

ઓસ્ટ્રેલિયા પહોંચેલી ટીમ ઈન્ડિયાએ તરત જ મિશન T20 વર્લ્ડ કપ શરૂ કરી દીધું છે. આગામી 23 ઓક્ટોબરના રોજ, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં પાકિસ્તાન સામે તેનો પહેલો મુકાબલો રમશે. આ મેચ પહેલા ભારતીય ટીમ માટે એક સારા સમાચાર મળી રહ્યાં છે. BCCI દ્ધારા એક જાહેરાત કરવામાં આવી છે કે ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની જગ્ગાએ મોહમ્મદ શમીને લેવામાં આવશે.

આ પણ વાંચો : ક્રિકેટ ફિવર : ભારત-પાકિસ્તાન મેચની 90 હજાર ટિકિટો માત્ર 10 મિનિટમાં વેચાઈ ગઈ

ટીમનો 15 મો ખેલાડી બનશે મોહમ્મદ શમી

હાલમાં, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની મુખ્ય ટીમમાં 14 ખેલાડીઓ છે, જ્યારે 3 ખેલાડીઓ રિઝર્વમાં છે. વર્લ્ડ કપ પહેલા જ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો અને હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જસપ્રિત બુમરાહની જગ્યાએ કયા ખેલાડીને લેવો તે વિશે જાહેરાત કરી દીધી છે. ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા પહોંચેલી ભારતીય ટીમે અભ્યાસ શરૂ કરી દીધો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે વર્લ્ડ કપથી હાલ બહાર હોવાથી તેમની સામે 15 મા ખેલાડી તરીકે  હવે મોહમ્મદ શમીને લેવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડ બાય ખેલાડીઓ – મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, દીપક ચહર (ઈજાગ્રસ્ત).

Back to top button