ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

BCCIની મોટી જાહેરાત: ભારતીય ટીમ 2025માં આ દેશ સામે રમશે ટેસ્ટ સિરીઝ; જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Text To Speech
  • ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ 10 ટેસ્ટ મેચ રમશે

નવી દિલ્હી, 22 ઓગસ્ટ: ભારતીય ટીમ આ વર્ષે 2024માં ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ 10 ટેસ્ટ મેચ રમશે. પરંતુ હવે BCCIએ આજે ગુરુવારે એક ટ્વીટ કરીને મોટી જાહેરાત કરી છે. BCCIએ શેડ્યૂલ જાહેર કરતાં જણાવ્યું છે કે ભારતીય ટીમ આવતા વર્ષે એટલે કે 2025માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. જ્યાં તેઓને પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આ સિરીઝ આવતા વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં યોજાશે.

 

2025ની પ્રથમ મેચ 20 જૂને રમાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી વર્ષની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 20 જૂને હેડિંગ્લે ખાતે રમાશે. આ પછી બીજી મેચ 2 જુલાઈથી બર્મિંગહામમાં અને ત્રીજી મેચ 10 જુલાઈથી લોર્ડ્સમાં રમાશે. ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં અને પાંચમી ટેસ્ટ મેચ 31 જુલાઈથી લંડનમાં રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ:

  • પ્રથમ ટેસ્ટ: 20-24 જૂન, હેડિંગ્લે
  • બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, બર્મિંગહામ
  • ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, લોર્ડ્સ
  • ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, માન્ચેસ્ટર
  • પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, લંડન

ECBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે શું કહ્યું?

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ(ECB)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચર્ડ ગોલ્ડે જણાવ્યું હતું કે, ભારતનો પ્રવાસ હંમેશા એક મોટું આકર્ષણ અને કોઈપણ ક્રિકેટ ઉનાળા ઋતુનું મુખ્ય આકર્ષણ હોય છે. પુરુષોની છેલ્લી ટેસ્ટ શ્રેણી અહીં રોમાંચક હતી અને મને ખાતરી છે કે આવતા વર્ષની મેચ પણ એટલી જ રોમાંચક રહેશે. મને એ વાતનો પણ આનંદ છે કે અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે ભારતીય મહિલા ટીમ 2026માં લોર્ડ્સમાં રમાનારી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરવા પરત ફરશે. આ ખરેખર એક ખાસ પ્રસંગ હશે.

આ પણ જૂઓ: રવીન્દ્ર જાડેજા ઐતિહાસિક રેકોર્ડ બનાવવા માટે માત્ર 6 વિકેટ દૂર, આ યાદીમાં માત્ર આટલા ભારતીય

Back to top button