BCCI સચિવ જય શાહે કહ્યું કે, સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું નથી


પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ કરેલા ટ્વીટ બાદ અનેક તર્ક વિતર્ક થયા હતા. જેમાં તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતુ કે અત્યાર સુધીની સફર વિશે ફેન્સ અને સાથી ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ગાંગુલીએ તેની સાથે આગળની સફર માટે લોકોનું સમર્થન પણ માગ્યું હતું. પરંતુ આ ટ્વીટને લોકોએ ઉલ્ટુ સમજતા સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના પ્રમુખ પદ પરથી રાજીનામૂ આપી દિધાના અહેવાલ વહેતા થયા હતા. જો કે બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરી સ્પષ્ટતા કરી હતી કે સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું નથી. જો કે અગાઉ એવી અટકળો ચાલતી હતી કે, તેમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે.
પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ હાલમાં BCCIના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું નથી, જે અંગેની સ્પષ્ટતા પણ સચિવ જય શાહે કરી છે. જો કે અગાઉ એવી અટકળો ચાલતી હતી કે, તેમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. જો કે, તેમણે હાલમાં જ પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પરથી એક ભાવૂક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે અત્યાર સુધીની સફર વિશે ફેન્સ અને સાથી ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ગાંગુલીએ તેની સાથે આગળની સફર માટે લોકોનું સમર્થન પણ માગ્યું હતું. સૌરવ ગાંગુલીના આ પ્રકારના ટિવટથી અનેક તર્કવિતર્કો વહેતા થયા છે.