શું ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સીમાંથી પાકિસ્તાનનું નામ હટાવી દેશે ટીમ ઈંડિયા, ICCએ આપ્યો જવાબ
નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2025: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ એટલે કે આઈસીસીની કોઈ ઈવેન્ટ થાય છે તો તેમાં આગ્રહ હોય છે કે તે દેશનું નામ લખેલી જર્સી પહેરો, જે ટૂર્નામેન્ટની મેજબાન છે. ટી20 વર્લ્ડ કપ 2021ની મેજબાન બીસીસીઆઈ હતી. પણ ટૂર્નામેન્ટ યૂએઈમાં થઈ હતી. તે સમયે પણ સૌ કોઈની જર્સી પર ટૂર્નામેન્ટના લોકો સાથે ઈંડિયાનું નામ હતું પણ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા અમુક રિપોર્ટ આવી રહ્યા છે કે, ભારતીય ટીમ આવું નહીં કરે. ભારતીય ટીમ પાકિસ્તાનના નામને પોતાની જર્સી પરથી હટાવી દેશે. આ રિપોર્ટ્સ પર હવે આઈસીસીની પ્રતિક્રિયા આવી છે.
એ સ્પોર્ટ્સના જણાવ્યા અનુસાર, આઈસીસીના અધિકારીએ કહ્યું કે, ટૂર્નામેન્ટનો લોકો પોતાની જર્સી પર લગાવવો દરેક ટીમની જવાબદારી છે. તમામ ટીમોએ આ નિયમનું પાલન કરવું જરુરી છે. ટોપ બોર્ડે કથિત રીતે એવું પણ કહ્યું છે કે, આ ખેલાડીઓની કિટ પર મેજબાન દેશ પાકિસ્તાનના નામ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનો લોગો ન જોવા મળે તો ભારતીય ટીમ વિરુદ્ધ મોીટ કાર્યવાહી થઈ શકે. એશિયા કપ 2023 દરમ્યાન ભારતીય ટીમ પાકિસ્તાન લખ્યા વિનાની જર્સી પહેરી ચુકી છે. પણ શું આ વખતે પણ આવું થઈ શકશે, તે જોવાનું રહેશે.
આઈસીસીના નિયમો અનુસાર, ટીમોને પોતાની જર્સી પર મેજબાન ટીમનું નામ લખવાનું હોય છે. પછી મેચ ભલે કોઈ પણ જગ્યાએ રમાય. ભારતના કેસમાં 2021ની ટૂર્નામેન્ટમાં થઈ ચુકી છે. જ્યાં ટૂર્નામેન્ટ યૂએઈમાં થઈ હતી. પણ મેજબાન ભારતીય બોર્ડ હતું. આઈએેનએસના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, બીસીસીઆઈ ટીમની જર્સી પર પાકિસ્તાન લખાવવા માટે ઈચ્છુક નથી. પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કથિત રીતે ભારતીય બોર્ડ તરફથી આવી કોઈ સૂચના મળી હોવાની ના પાડી. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે બીસીસીઆઈ અથવા પીસીબી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો: IND vs ENG 1st T20: આજથી ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝની શરુઆત, જાણો ક્યાં રમાશે મેચ, કેવી રીતે જોઈ શકશો