ભારત-પાકિસ્તાન મેચ માટે BCCI વધુ 14,000 ટિકિટ ઈસ્યુ કરી, બુકિંગ શરૂ
- BCCIએ 14 ઓક્ટોબરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે 14,000 ટિકિટની જાહેરાત કરી છે. જેને ચાહકો 8 ઓક્ટોબર એટલે કે આજથી જ આ મેચની ટિકિટ ખરીદી શકશે.
IND VS PAK: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ 14 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાનની બહુપ્રતિક્ષિત મેચ માટે 14,000 ટિકિટો જાહેર કરવાની જાહેરાત કરી છે. મેચ માટે ટિકિટનું વેચાણ 8 ઓક્ટોબર એટલે કે આજથી જ શરૂ થઈ ગયું છે. ચાહકો ICC ક્રિકેટ વર્લ્ડ કપની સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટની મુલાકાત લઈને ટિકિટ ખરીદી શકે છે.
🚨 NEWS 🚨
BCCI set to release 14,000 tickets for India v. Pakistan League Match on October 14, 2023.
Details 🔽 #CWC23 https://t.co/p1PYMi8RpZ
— BCCI (@BCCI) October 7, 2023
ક્રિકેટ ચાહકો અહીં થી પોતાની ટિકિટ બુક કરી શકશે:
- ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ આજથી જ ખરીદી શકે છે.
વર્લ્ડ કપની સત્તાવાર વેબસાઇટ https://tickets.cricketworldcup.com પરથી ખરીદી શકાશે.
ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ આજે રવિવારે (8 ઓક્ટોબર) ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ ચેન્નાઈમાં રમાવા જઈ રહી છે. આ પછી 11 ઓક્ટોબરે ભારત અફઘાનિસ્તાન સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે (14 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં પ્રશંસકોની ગેરહાજરી પર પ્રશ્નો ઉભા થયા હતા. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ચાહકોની હાજરી ઘણી ઓછી હતી. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘણી બેઠકો ખાલી હતી. જોકે, ટૂર્નામેન્ટના સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર BookMyShowએ બતાવ્યું કે સ્ટેડિયમની મોટાભાગની સીટો ભરાઈ ગઈ હતી. પરંતુ વાસ્તવિકતા સાવ જુદી જ હતી.
આ પણ વાંચો: શું ભારત જીત સાથે શરૂઆત કરશે કે ઓસ્ટ્રેલિયા? ચેપોકની પિચ નક્કી કરશે કહાની