ટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટસ

BCCIને જરૂર છે સ્પિન બોલિંગ કોચની, તમારે એપ્લાય કરવું છે?

મુંબઈ, 28 માર્ચ 2025 :   ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવાર, 28 માર્ચે બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે સ્પિન બોલિંગ કોચ માટે આવેદનો મંગાવ્યા છે. BCCIએ એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી છે. બીસીસીઆઈએ આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે તેની માહિતી પણ આપી છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ જણાવવામાં આવી છે. ભારતની વરિષ્ઠ ટીમો (પુરુષ અને મહિલા), ઈન્ડિયા A, અંડર-23, અંડર-19, અંડર-16 અને અંડર-15 ટીમો અને રાજ્ય એસોસિએશનના ખેલાડીઓ કે જેઓ BCCI COE ખાતે તાલીમ લે છે સહિત તમામ ફોર્મેટ અને વય જૂથોમાં ભારતના સ્પિન બોલિંગ ટેલેન્ટને આગળ વધારવામાં ભૂમિકા ભજવશે. આ પોસ્ટ માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ, 2025 સાંજે 5 વાગ્યા સુધી છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

સ્પિન બોલિંગ કોચની જવાબદારી શું હશે?
સ્પિન બોલિંગ કોચ સેન્ટર ઓફ એક્સેલન્સના વડા સાથે મળીને કોચિંગ પ્રોગ્રામ્સ અને પરફોર્મન્સ મોનિટરિંગ માટે પ્લાન તૈયાર કરશે. આ સિવાય પસંદગીકારો રાષ્ટ્રીય અને રાજ્યના કોચ, પ્રદર્શન વિશ્લેષકો, સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ નિષ્ણાતો સાથે હાઈ પર્ફોમન્સ ટ્રેનિંગ પ્લાન્સ બનાવશે. સ્પિન બોલિંગ કોચની મુખ્ય જવાબદારીઓ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ક્રિકેટ ટીમો માટે તાલીમ સત્રોનું આયોજન અને અમલીકરણ અને જરૂર પડે ત્યારે ખેલાડીઓને ટેકનિકલ કોચિંગ પ્રદાન કરવાની રહેશે. સાથે જ કોચે ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શન પર પણ ધ્યાન આપવું પડશે. અન્ય નિષ્ણાત કોચ, પસંદગીકારો અને સહાયક સ્ટાફ સાથે સ્પિન બોલરોને શોધવા અને તેમની પ્રતિભા વિકસાવવા જેવી કામગીરી કરવામાં આવશે.

સ્પિન બોલિંગ કોચ માટે કોણ અરજી કરી શકે છે?
સ્પિન બોલિંગ કોચ માટે કઈ લાયકાત અને અનુભવ જરૂરી છે? આ માટે, ફક્ત તે જ લોકો અરજી કરી શકે છે જેમને ઓછામાં ઓછા 75 ફર્સ્ટ ક્લાસનો અનુભવ હોય અને ઓછામાં ઓછા 3 વર્ષ (છેલ્લા 7 વર્ષમાં) હાઈ-પર્ફોર્મન્સ સેન્ટર/ઈન્ટરનેશનલ/ઈન્ડિયા એ/ઈન્ડિયા અંડર-19/ભારત મહિલા/આઈપીએલ ટીમ સાથે ક્રિકેટ કોચિંગનો ટ્રેક રેકોર્ડ હોય.

BCCI COE લેવલ 3 પર્ફોર્મન્સ કોચ જેમની પાસે હાઈ પર્ફોમન્સ સેંટર, ઈન્ટરનેશનલ, ઈન્ડિયા A, ઈન્ડિયા અંડર 19, ઈન્ડિયા વુમેન, આઈપીએલ, સ્ટેટ ટીમની સાથે ઓછામાં ઓછા (છેલ્લા 7 વર્ષમાં) 3 વર્ષનો ક્રિકેટ કોચિંગનો અનુભવ હોય.

BCCI COE લેવલ 2 પર્ફોર્મન્સ કોચ જેમની પાસે હાઈ પર્ફોમન્સ સેંટર, ઈન્ટરનેશનલ, ઈન્ડિયા A, ઈન્ડિયા અંડર 19, ઈન્ડિયા વુમેન, આઈપીએલ, સ્ટેટ ટીમની સાથે ઓછામાં ઓછા (છેલ્લા 7 વર્ષમાં) 3 વર્ષનો ક્રિકેટ કોચિંગનો અનુભવ હોય.

આ પણ વાંચો : સ્કૂટીની બ્રેક તૂટી ગઈ તો અપનાવ્યો આ ઉપાય, જુગાડનો વીડિયો થયો વાયરલ

Back to top button