ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતસ્પોર્ટસ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જય શાહના હસ્તે એક લાખમું વૃક્ષ રોપવામાં આવ્યું

Text To Speech

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એક લાખમા વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. આ એક લાખમું વૃક્ષ બીસીસીઆઈના માનદ સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહના હસ્તે રોપવામાં આવ્યું હતું.

વીડિયો અહીં જૂઓઃ

હકીકતે ભારતીય ક્રિકેટ સંસ્થા બીસીસીઆઈએ ગત આઈપીએલ ટુર્નામેન્ટ દરમિયાન જાહેરાત કરી હતી કે, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જેટલા ડૉટ બોલ પડશે તેની સામે બીસીસીઆઈ પ્રત્યેક ડૉટબોલ લેખે 500 વૃક્ષ રોપશે. છેલ્લી આઈપીએલ દરમિયાન કુલ 294 ડૉટબોલ પડ્યા હતા અને એ હિસાબે બીસીસીઆઈએ 1,74,000 વૃક્ષારોપણ કરવાનું છે. આ જ ક્રમમાં આજે 28 સપ્ટેમ્બરે જય શાહે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખમા વૃક્ષનું રોપણ કર્યું હતું. દેશ અને દુનિયાના વાતાવરણ પ્રત્યેની બીસીસીઆઈએ આઈપીએલ દરમિયાન આ જાહેરાત કરી ત્યારે અનેક ક્રિકેટ ચાહકો ઉપરાંત પર્યાવરણપ્રેમી જનતાનાં દિલ જીતી લીધા હતા. અને હવે ક્રિકેટ સંસ્થા વાસ્તવમાં એ કામ કરી રહી છે.

દરમિયાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજના કાર્યક્રમ દરમિયાન જય શાહ, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, યુનિસેફ એમ્બેસેડર સ્મૃતિ મંધાના સહિત અન્ય મહાનુભાવોએ ‘Criiio 4 Good’ નામે પહેલની શરૂઆત કરી હતી જેના હેઠળ બાળકોને વિવિધ તાલીમ આપવામાં આવે છે.

Back to top button