ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય, BCCIએ કર્યું સ્પષ્ટ
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સચિન જય શાહે કહ્યું છે કે એશિયા કપ 2023 પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે એશિયા કપ 2023 ની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કરશે અને ફ્યુચર ટૂર પ્રોગ્રામ અનુસાર તે પાકિસ્તાનમાં રમાશે. BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Jay Shah confirms India won't travel to Pakistan for Asia Cup 2023
Read @ANI Story | https://t.co/4rI55Olxnj#JayShah #Pakistan #India #AsiaCup2023 #AsiaCup pic.twitter.com/bnc4p7Q5Tr
— ANI Digital (@ani_digital) October 18, 2022
બીસીસીઆઈની એજીએમમાં જાહેરાત કરવામાં આવી હતી કે રોજર બિન્ની સૌરવ ગાંગુલીની જગ્યાએ બીસીસીઆઈ પ્રમુખનું પદ સંભાળી રહ્યા છે. બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે ટીમ ઈન્ડિયા 2023ના એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય અને આવી સ્થિતિમાં આ ટૂર્નામેન્ટને તટસ્થ સ્થળ પર શિફ્ટ કરી દેવી જોઈએ. ક્રિકબઝના સમાચાર અનુસાર, જય શાહે કહ્યું, એશિયા કપના સ્થળને લઈને અમે નિર્ણય લીધો છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય.
We'll have Asia Cup 2023 at a neutral venue. It's the govt which decides over the permission of our team visiting Pakistan so we won't comment on that but for the 2023 Asia Cup, it is decided that the tournament will be held at a neutral venue: BCCI Secretary Jay Shah
(File Pic) pic.twitter.com/mvWlqlsgei
— ANI (@ANI) October 18, 2022
ભારતીય ક્રિકેટ ટીમે 2008થી પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. ભારતીય ટીમ છેલ્લે 2008 એશિયા કપ માટે પાકિસ્તાન ગઈ હતી. બંને દેશો વચ્ચેના નબળા રાજકીય સંબંધોના કારણે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો માત્ર ICC ટુર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન જ રમાય છે.