BCCIએ ટીમ ઈંડિયા પર રુપિયાનો વરસાદ કર્યો, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ આટલા કરોડ આપ્યા


નવી દિલ્હી, 20 માર્ચ 2025: bcci announces cash prize for team india ટીમ ઈંડિયા 9 માર્ચના રોજ ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમ બની હતી. ભારતીય ટીમ ત્રીજી વાર આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. આ ઐતિહાસિક જીતની ખુશીમાં બીસીસીઆઈએ આખી ટીમ પર પૈસાનો વરસાદ કર્યો છે. બોર્ડે ખેલાડી, કોચિંગ સ્ટાફ સહિત ટૂર્નામેન્ટમાં ટીમ સાથે જોડાયેલા તમામ સભ્યો માટે 20 માર્ચના રોજ 58 કરોડ રુપિયાના ઈનામની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં ટૂર્નામેન્ટ દરમ્યાન જબરદસ્ત પ્રદર્શન કરવા માટે રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓના વખાણ કર્યા છે.
બીસીસીઆઈએ શું કહ્યું?
બીસીસીઆઈએ ઈનામની જાહેરાત કરવા માટે એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવાયું છે કે, કપ્તાન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે આ ટૂર્નામેન્ટમાં દબદબો બનાવી રાખ્યો. ભારતીય ટીમ ચાર દમદાર જીત સાથે ફાઈનલ સુધી પહોંચી. ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ 6 વિકેટની જીત સાથે અભિયાનની શરુઆત કરી. બાદમાં પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર જીત પ્રાપ્ત કરી, તેમણે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવીને ફોર્મ જાળવી રાખ્યું અને છેલ્લે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યા.
icc champions trophy 2025 બોર્ડે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, બીસીસીઆઈ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જીત બાદ ટીમ ઈંડિયા માટે 58 કરોડના રોકડ પુરસ્કારની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ અને સિલેક્શન કમિટીના સભ્યોને સન્માનિત કરવા માટે અમે આ ઈનામની જાહેરાત કરીએ છીએ.
T20 વર્લ્ડ કપ જીતવા પર 125 કરોડ રૂપિયા મળ્યા
ગયા વર્ષે, ભારતીય ટીમે 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. તે સમયે પણ, BCCI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે પોતાનો ખજાનો સંપૂર્ણપણે ખોલી દીધો હતો. બોર્ડે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ માટે ૧૨૫ કરોડ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી હતી. તે પુરસ્કાર બધા ખેલાડીઓ, સિલેક્ટર્સ, કોચ અને સહાયક સ્ટાફમાં પણ વહેંચવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સંજૂ સૈમસન નહીં કરે કપ્તાની, રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી સંભાળશે કમાન