BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના 2024-25ના કાર્યક્રમની કરી જાહેરાત, જાણો વિગતો
મુંબઈ, 20 જૂનઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટીમ ઈન્ડિયા (સિનિયર)ની ભારતમાં અને વિદેશમાં રમાનાર વિવિધ મેચના શેડ્યુલ આજે ગુરુવારે જાહેર કર્યા છે. આ શિડ્યુલ અનુસાર બાંગ્લાદેશ અને ન્યૂઝિલેન્ડ સામેની એકપણ મેચ ગુજરાતમાં ફાળવવામાં આવી નથી. જોકે, આવતાવર્ષે 2025માં ઈંગ્લેન્ડ સામેની સીરિઝ દરમિયાન અમદાવાદ અને રાજકોટને એક-એક મેચ ફાળવવામાં આવી છે.
બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા આ શિડ્યુલ અનુસાર ભારતીય ટીમ માટે સપ્ટેમ્બરમાં ઇન્ટરનેશનલ હોમ સીઝન બાંગ્લાદેશ સામેની બે મેચ ટેસ્ટ શ્રેણી સાથે શરૂ થશે, ત્યારબાદ ત્રણ મેચની T20I શ્રેણી. ચેન્નાઈ 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટની યજમાની કરશે જ્યારે કાનપુર 27 સપ્ટેમ્બરથી બીજી ટેસ્ટની યજમાની કરશે. ત્રણ T20I ધર્મશાલા, દિલ્હી અને હૈદરાબાદમાં રમાશે.
આ પછી બેંગલુરુમાં 16મી ઓક્ટોબરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ સાથે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પુણે અને મુંબઈ અનુક્રમે બીજી અને ત્રીજી ટેસ્ટની યજમાની કરશે.
નવા વર્ષના આગમનથી ઈંગ્લેન્ડ પાંચ T20I અને ત્રણ ODI મેચો માટે ભારતની મુલાકાતે આવશે ત્યારે સફેદ બોલનો રોમાંચક શોડાઉન જોવા મળશે.
આંતરરાષ્ટ્રીય હોમ સીઝન 2024-25નું વિગતવાર શેડ્યૂલ નીચે મુજબ છે.
આ પણ વાંચોઃ તમને પણ ઇદના રામ-રામ; VIDEO વાયરલ થતા SIએ જણાવ્યું કે તેણે આવું કેમ કર્યું