BCCI એ જાહેેર કર્યુ આગામી 3 મહિનાનું શિડ્યુલ : આ ટીમો સામે ટકરાશે ભારતીય ટીમ
ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI)એ આગામી 3 મહિના માટેનું શિડ્યુલ જાહેર કર્યુ છે, જેમાં ભારતીય ટીમ જાન્યુઆરી 2023 થી માર્ચ 2023 સુધી શ્રીલંકા,ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જે આ મુજબ છે.
નવા વર્ષની શરુઆતની શ્રીલંકા સામે રમાશે T20I અને ODI સિરીઝ
આગામી નવા વર્ષની શરુઆતની ભારતીય ટીમ શ્રીલંકા સામે T20I સિરીઝથી કરશે, આ T20I સિરીઝ 3 મેચોની હશે, ત્યારબાદ શ્રીલંકા સામે વનડે સિરીઝ પણ યોજાશે, આ સિરીઝ પણ 3 મેચોની રહેશે. શ્રીલંકા સામેની આ સિરીઝની શરુઆત 3 જાન્યુઆરી,2023થી થશે.
આ પણ વાંચો : બાંગ્લાદેશ સામે બીજી હાર બાદ કેપ્ટન સહિત ત્રણને ઈજાને કારણે અપાયો આરામ
શ્રીલંકા સામે ભારતનું T20I સિરીઝનું શિડ્યુલ
પહેલી T20I – 3 જાન્યુઆરી (મુંબઇ)
બીજી T20I – 5 જાન્યુઆરી (પુણે)
ત્રીજી T20I – 7 જાન્યુઆરી (રાજકોટ)
શ્રીલંકા સામેની ODI સિરીઝ શિડ્યુલ
પહેલી વન-ડે- 10 જાન્યુઆરી (ગુવાહાટી)
બીજી વન-ડે- 12 જાન્યુઆરી (કોલકત્તા)
ત્રીજી વન-ડે- 15 જાન્યુઆરી (તિરુવનંતપુરમ)
શ્રીલંકા બાદ ન્યુઝીલેન્ડ સામે ટકરાશે ભારત
શ્રીલંકા સામેની સિરીઝ બાદ તરત 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે વનડે સિરીઝ શરુ થશે. 3 મેચની વનડે સિરીઝ બાદ કિવી ટીમ 3 મેચની જ T20 સિરીઝ રમશે. કિવી પ્રવાસની વાત કરવામાં આવે વનડે સિરીઝની બીજી મેચ રાયપુર ખાતે રમાશે અને રાયપુર પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરશે.
ન્યુઝીલેન્ડ સામે ODI સિરીઝનું શિડ્યુલ
પહેલી વન-ડે- 18 જાન્યુઆરી (હૈદરાબાદ)
બીજી વન-ડે- 21 જાન્યુઆરી (રાયપુર)
ત્રીજી વન-ડે- 24 જાન્યુઆરી (ઇન્દોર)
ન્યુઝીલેન્ડ સામે T20I સિરીઝનું શિડ્યુલ
પહેલી T20I – 27 જાન્યુઆરી (રાંચી)
બીજી T20I – 29 જાન્યુઆરી (લખનઉ)
ત્રીજી T20I – 1 ફેબ્રુઆરી (અમદાવાદ)
ઓસ્ટ્રેલિયા સામે યોજાશે બોર્ડર ગાવાસ્કાર ટ્રોફી
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ બાદ ભારત કાંગારુઓ સામે લડશે. 9 ફેબ્રુઆરીથી શરુ થતી સિરીઝમાં T20I સિરીઝ નહિ હોય, કારણ કે ભારત ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ અને વનડે સિરીઝ રમશે. 9 ફેબ્રુઆરીથી શરુ થતી બોર્ડર ગાવાસ્કાર ટ્રોફીનો પ્રારંભ નાગપુરથી થશે. આ સિરીઝ કુલમાં કુલ 4 ટેસ્ટ મેચો રમાશે અને આ બોર્ડર ગાવાસ્કાર ટ્રોફીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો જ એક ભાગ હશે અને આ WTCની ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરવા ભારત માટે આ ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વની રહેશે. ત્યારબાદ 3 મેચની વનડે સિરીઝ પણ રમાશે, જે 22 માર્ચ સુધી ચાલશે.
ઓસ્ટ્રેલિયા સામેનું ટેસ્ટ સિરીઝનું શિડ્યુલ
પહેલી ટેસ્ટ – 9 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી (નાગપુર)
બીજી ટેસ્ટ – 17 ફેબ્રુઆરી થી 21 ફેબ્રુઆરી (દિલ્લી)
ત્રીજી ટેસ્ટ – 1 માર્ચ થી 5 માર્ચ (ધર્મશાલા)
ચોથી ટેસ્ટ – 9 માર્ચ થી 13 માર્ચ (અમદાવાદ)
ઓસ્ટ્રેલિયા સામે ODI સિરીઝનું શિડ્યુલ
પહેલી વન-ડે- 17 માર્ચ (મુંબઈ)
બીજી વન-ડે- 19 માર્ચ (વિશાખાપટ્ટનમ)
ત્રીજી વન-ડે- 22 માર્ચ (ચેન્નાઈ)
???? NEWS ????: BCCI announces schedule for Mastercard home series against Sri Lanka, New Zealand & Australia. #TeamIndia | #INDvSL | #INDvNZ | #INDvAUS | @mastercardindia
More Details ????https://t.co/gEpahJztn5
— BCCI (@BCCI) December 8, 2022
ક્યાં થશે લાઈવ સ્ટ્રીમિંગ
આ ત્રણેય સિરીઝનું કવરેજ ટીવી પર સ્ટાર સ્પોટસ્ પર કરવામાં આવશે, જ્યારે ઓનલાઈન ડિઝની પ્લસ હોટસ્ટાર પર લોગઈન કરીને આ મેચો જોઈ શકાશે, ઉપરાંત લિમિટેડ ઓવરોની રમત ડીડી સ્પોટ્સ પર જોઈ શકાશે.