IPLની મેચ શું હવે મફતમાં જોઈ શકાશે ? BCCIએ Jioને LIVE ટેલિકાસ્ટ માટે મંજૂરી આપી


ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સિઝનના શિડ્યુલની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. આ પહેલા IPL ફેન્સ માટે સારા સમાચાર છે. આ વખતે IPLનું ટેલિકાસ્ટ Jio TV પર થઈ શકે છે. Jio TV હાલમાં યુઝર્સ માટે ફ્રી છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે Jioને IPLના લાઇવ સ્ટ્રીમિંગની મંજૂરી આપી દીધી છે. આ પહેલા IPLનું લાઈવ ટેલિકાસ્ટ હોટ સ્ટાર પર થઈ શકતું હતું. તેના સ્ટ્રીમિંગ રાઇટ્સ સ્ટાર પાસે હતા.

Viacon18એ ઈન્ડિયન પ્રીમિયર લીગના મીડિયા અધિકારો ખરીદ્યા છે. આ પછી જિયોએ BCCI પાસેથી લાઈવ સ્ટ્રીમિંગ માટે પરવાનગી માંગી હતી, જેને મંજૂરી મળી ગઈ છે. Jio યુઝર્સ હાલમાં કોઈ પણ ચાર્જ વિના Jio સિનેમાનો આનંદ લઈ રહ્યા છે. હવે શક્ય છે કે Jio IPL 2023નું લાઈવ પ્રસારણ ફ્રીમાં બતાવશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
આગામી પાંચ વર્ષ માટે IPLના મીડિયા અધિકારોની હરાજી કરવામાં આવી હતી. તેમાં ઘણી કંપનીઓએ ભાગ લીધો હતો. અંતે, Viacon18 એ મીડિયા અધિકારો પર સૌથી વધુ બોલી લગાવીને રાઇટ્સ ખરીદ્યા. BCCIએ મીડિયા અધિકારો દ્વારા જંગી કમાણી કરી છે.

મહત્વની વાત એ છે કે આ વખતે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું આયોજન કરવામાં આવશે. તેની પ્રથમ સિઝન IPL 2023 પહેલા આયોજિત થઈ શકે છે. આ લીગમાં પાંચ ટીમો બનાવવામાં આવી છે. જોકે ખેલાડીઓ પર બિડિંગ કરવાનું બાકી છે. અહેવાલો અનુસાર, 4 માર્ચથી મહિલા IPL એટલે કે મહિલા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવી શકે છે.