BBC ઈંડિયા પર EDની મોટી કાર્યવાહી, લગાવ્યો 3 કરોડનો દંડ, 3 ડાયરેક્ટર્સ પણ ઝપટમાં આવી ગયાં

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી 2025: બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની (બીબીસી) ઈંડિયાની મુશ્કેલીઓ ફરી એક વાર વધી ગઈ છે. વર્ષ 2023માં ન્યૂઝ પોર્ટલ પર જે FEMA કેસમાં તપાસ ચાલી રહી હતી, હવે આ જ કેસમાં ઈડીએ કંપની પર 3.44 કરોડ રુપિયાનો દંડ લગાવ્યો છે. બીબીસી ઈંડિયા પર કથિત રીતે વિદેશી મુદ્રા ઉલ્લંઘનના કારણે વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ અંતર્દત કેસ નોંધ્યો હતો. તેના બે વર્ષ બાદ હવે ઈડીએ શુક્રવારે એક આદેશ જાહેર કર્યો છે, જેમાં બીબીસી પર 3.44 કરોડ રુપિયાનો દંડ લગાવ્યો છે. એજન્સીએ બીબીસીના ત્રણ ડાયરેક્ટર્સ પર 1.14 કરોડ રુપિયાનો દંડ પણ લગાવ્યો છે.
ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોનું “પાલન ન કરવા” અને નફાના ડાયવર્ઝન માટે નવી દિલ્હી અને મુંબઈ સ્થિત બીબીસી ઓફિસોમાં આવકવેરા વિભાગના સર્વેક્ષણ બાદ EDએ ફેબ્રુઆરી 2023 માં કેસ નોંધ્યો હતો. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “અમે શુક્રવારે એક ચુકાદો આદેશ જારી કર્યો છે, જેમાં FEMA (1999) ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ BBC India પર 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે,” વધુમાં, ડિરેક્ટર્સ – ગાઇલ્સ એન્ટોની હંટ, ઇન્દુ શેખર સિંહા અને પોલ માઈકલ ગિબન્સ – ને ઉલ્લંઘનના સમયગાળા દરમિયાન કંપનીના સંચાલનની દેખરેખ રાખવામાં તેમની ભૂમિકા બદલ ₹1.14 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બીબીસીએ શું કહ્યું?
બીબીસીના પ્રવક્તાએ કહ્યું: “બીબીસી ભારત સહિત, તે જે પણ દેશમાં કાર્યરત છે તેના નિયમોનું પાલન કરે છે.” તેમણે એમ પણ કહ્યું કે બીબીસી વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા કે તેના ડિરેક્ટરોને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી કોઈ આદેશ મળ્યો નથી. પ્રવક્તાએ કહ્યું કે, કોઈપણ આદેશ મળ્યા પછી, અમે તેની કાળજીપૂર્વક સમીક્ષા કરીશું અને આગળ શું પગલાં લેવા જોઈએ તે અંગે વિચારણા કરીશું.
FDI પર કડક પકડ
બીબીસી દ્વારા કથિત ઉલ્લંઘનોની વિગતો આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, 18 સપ્ટેમ્બર, 2019 ના રોજ, DPIIT એ એક પ્રેસ નોટ જારી કરી હતી જેમાં સરકારી માર્ગ હેઠળ ડિજિટલ મીડિયા માટે 26 ટકા FDI મર્યાદા સૂચવવામાં આવી હતી. જોકે, બીબીસી ડબલ્યુએસ ઇન્ડિયા ડિજિટલ મીડિયા દ્વારા સમાચાર અપલોડ/સ્ટ્રીમિંગ કરતી 100% એફડીઆઈ કંપની છે. અધિકારીએ જણાવ્યું હતું કે પ્રેસ નોટ પછી પણ, બીબીસી ઇન્ડિયાએ સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કરીને, તેના FDI ને 26 ટકા સુધી ઘટાડ્યું નહીં અને તેને 100 ટકા પર રાખ્યું હતું.
આ પણ વાંચો: અદ્ભૂત નજારો: ભારતમા આ જગ્યા પર આવી પહોંચ્યો 3 લાખ કાચબા, સરકારે કરવી પડી ખાસ વ્યવસ્થા