

બીબીસી ડોક્યુમેન્ટરી રીલીઝ થઈ ત્યારથી તેનો વિવાદ સમગ્ર ભારતમાં ચર્ચનું કેન્દ્ર બન્યો હતો અને કેટલીક જગ્યાએ તેનો વિરોધ પણ કરવામાં આવ્યો છે ત્યારે આ વિરોધનું વંટોળ ઉડતું ઉડતું હવે ગુજરાત વિધાનસભામાં આવ્યું છે.ગોધરાકાંડ અને તે બાદ થયેલા ગુજરતમાં કોમી રમખાણોને દર્શાવતી બીબીસીની ડોક્યુમેન્ટરીના વિરોધમાં વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. શાસક પક્ષના ધારાસભ્ય વિપુલ પટેલ દ્વારા આ સંકલ્પ રજૂ કરવામાં આવશે અને બીબીસી સામે કડક પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે હવે ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દે ચર્ચા થવાની છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને આ ડોક્યુમેન્ટ્રીમાં દોષિત ઠેરવવામાં આવી રહ્યા છે જેના લીધે ડોક્યુમેન્ટરીનો વિરોધ થઈ રહ્યો છે.