BBC ડોક્યુમેન્ટ્રી વિવાદ : દિલ્હી યુનિવર્સિટીમાં સ્ક્રીનિંગમાં સામેલ 2 વિદ્યાર્થીઓ પર 1 વર્ષનો પ્રતિબંધ
દિલ્હી યુનિવર્સિટીમાં BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી બતાવવા બદલ NSUI નેતા સહિત બે વિદ્યાર્થીઓ પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તેઓને DUની કોઈપણ પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. તેમજ અન્ય 6 વિદ્યાર્થીઓને માફી માગવા માટે કહેવામાં આવ્યું છે
DUના 2 વિદ્યાર્થીઓ પર એક વર્ષનો પ્રતિબંધ
27 જાન્યુઆરીના રોજ, દિલ્હી યુનિવર્સિટીએ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને કારણે થયેલા હંગામાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ કહ્યું કે આઠ વિદ્યાર્થીઓને સજાની ભલામણ કરી હતી. જેમાંથી છ વિદ્યાર્થીઓને ઓછી સજાની ભલામણ કરી છે. અને બે વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ અંગે તેમને નોટિસ પણ આપવામાં આવી છે.
આ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરાઈ
DUના રજિસ્ટ્રાર ડૉ. વિકાસ ગુપ્તાએ જણાવ્યું કે બે વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો છે. આ બે વિદ્યાર્થીઓમાં એક માનવશાસ્ત્ર વિભાગમાં પીએચડી રિસર્ચર લોકેશ ચુગ અને કાયદા વિભાગનો વિદ્યાર્થી રવીન્દ્ર સામેલ છે. આ બંન્ને વિદ્યાર્થીઓ પર કાર્યવાહી થતા તેઓ યુનિવર્સિટી, કોલેજ કે વિભાગની કોઈ પરીક્ષા આપી શકશે નહી.
સ્ક્રીનીંગની બબાલને લઈને સમિતી રચના
DUમાં 27 જાન્યુઆરીના રોજ 2002ના ગુજરાતના રમખાણો પર આધારિત બીબીસીની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગને લઈને થયેલી બબાલની તપાસ માટે ડીયુના વાઇસ ચાન્સેલર પ્રો. યોગેશ સિંઘ ઘ દ્વારા સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. અને ડીયુ પ્રોક્ટર રજની અબ્બીને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
NSUI ના રાષ્ટ્રીય સચિવ લોકેશ ચુગે કર્યા સવાલ
કોંગ્રેસ સંલગ્ન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના રાષ્ટ્રીય સચિવ લોકેશ ચુગે કહ્યું કે તે તેને બીબીસીની વિવાદિત ડોક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગનું આયોજન નહોતું કર્યું.ફક્ત મીડિયા સમક્ષ એનએસયુઆઈનો પક્ષ રજૂ કર્યો હતો. અને સ્ક્રીનિંગમાં સામેલ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. અને તેમાં હુ સામેલ નહોતો, અને મને પોલીસ પણ લઈ ગઈ નહતી તેમ છતા મારી પર આ કાર્યવાહી કેમ કરવામા આવી રહી છે, કોઈપણ ફરિયાદમાં મારું નામ નથી, છતાં ડીયુએ મને ગુનેગાર બનાવ્યો છે. આ મામલો હાલ સુપ્રીમકોર્ટમાં લંબિત છે તો આ કાર્યવાહી કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? શું વિચાર અને અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરવો પણ ગુનો છે?
આ પણ વાંચો : પાટણમાં કમોસમી વરસાદને પગલે સ્કૂલના વિદ્યાર્થીઓ ફસાયા, આ રીતે કરાયું રેસક્યૂ