ઉત્તર ગુજરાત

રખડતાં ઢોરો અંગે ફરિયાદ મળતા બાયડ નગરપાલિકા તંત્ર એક્શનમાં

Text To Speech

રખડતા ઢોરનો ત્રાસ સમગ્ર ગુજરાતમાં પ્રવર્તેલો છે. ગુજરાતમાં અનેક જગ્યાઓ પર રખડતા ઢોરના લીધે કેટલીય નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. સરકાર દ્વારા પણ અનેક વાર આ બાબતે અલગ અલગ કાર્યવાહી પણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી ચોક્કસ સફળતા મેળવવામાં અસમર્થ રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ટૂંક સમયમાં યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી, ઝવેરી પંચના રિપોર્ટ બાદ થશે જાહેરાત

રખડતા ઢોર - Humdekhengenews

ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લાના બાયાડ નગરપાલિકા વિસ્તારમાં રખડતાં ઢોર અંગે ફરિયાદ મળતાં તંત્રએ કાર્યવાહી શરૂ કરી. નગરપાલિકા ચીફ ઓફિસરે આ અંગે કાર્યવાહી કરવા આદેશ કર્યો. આદેશ બાદ બાયાડ નગર પાલિકા વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી. આ કામગીરી દરમિયાન ૧૦ ગાય અને ૧૦ આખલાને પકડી પાડવામાં આવ્યા છે. આ પશુધનને નરોડા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. રજૂઆત કાર્ય બાદ કાર્યવાહી થાય એના કરતા તંત્ર જાતે સજાગ બની અને કાર્યવાહી કરે તો કદાચ આનાથી પણ વધારે સારા પરિણામ સમગ્ર જીલ્લામાં મળી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસની “પતંગ” નજર

બાયડ નગરપાલિકાની કામગીરીથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. લોકોએ તંત્રની આ કામગીરીની વખાણી તેમાં સહકારની ભાવના પણ વ્યક્ત કરી છે.

Back to top button