યુરોપિયન યુનિયને મંકીપોક્સિની વેક્સીનની મંજૂરી આપી દીધી છે. યુનિયને બેવેરયિન નોર્ડિક નામની કંપની દ્વારા બનાવેલી આ વેક્સીનને તેમના દેશોમાં ઉપયોગમાં લેવાની મંજૂરી આપી છે. આ વેક્સીનનું નામ ઈમવાનેક્સ છે.
મંકીપોક્સ આ સમયે દુનિયાના તમામ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ખતરનાક વાયરસ અત્યાર સુધીમાં વિશ્વના 75 થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 16000 થી વધુ કેસોની પુષ્ટિ થઈ છે. ભારતમાં પણ આના કેટલાક કેસ પણ સામે આવ્યા છે. આ દરમિયાન મંકીપોક્સની સારવાર અને આનાથી બચવા માટેની વેક્સીનને મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી યુરોપિયન યુનિયને આપી છે. યુનિયને બેવેરિયન નોર્ડિક નામની કંપની દ્વારા બનાવેલી આ વેક્સીનનો ઉપયોગ તેમના દેશોમાં કરવાની મંજૂરી આપી છે. આ રસીનું નામ ઈમવાનેક્સ છે.
ગયા અઠવાડિયે મેડિસિનલ પ્રોડક્ટ્સ ફોર હ્યુમન યુઝ તરફથી આ વેક્સિન વિશે સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ પછી કંપનીને આ મંજૂરી આપવામાં આવી છે. ઈયુનો આ નિર્ણય તેના તમામ સભ્ય દેશોમાં માન્ય રહેશે. મતલબ કે તેના તમામ સભ્ય દેશોના નાગરિકો મંકીપોક્સ સામે રક્ષણ માટે ઈમવાનેક્સ નામની આ વેક્સીન મેળવી શકે છે.
WHOએ હેલ્થ ઈમરજન્સી કરી છે જાહેર
બેવેરિયન નોર્ડિકના ચીફ એક્ઝિક્યુટિવ પોલ ચૈપ્લિને ઈયુના નિર્ણય પર કહ્યું છે કે મંજૂર કરાયેલી વેક્સીન મંકીપોક્સ સામે દેશોને આ બિમારીઓ સામેની તૈયારી કરવા વધુ સશક્ત બનાવશે. પરંતુ તે રોકાણ અને બાયોલોજિકલ તૈયારીના સરળ યોજનાથી પણ સુધારી શકે છે. હાલમાં આ નિર્ણય ઈયુ દ્વારા જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી તરીકે જાહેર કર્યા બાદ લેવામાં આવ્યો છે.