દિવાળીમાં ઘરે જ બનાવો બજાર જેવા પરફેક્ટ ઘૂઘરા, આ સરળ રીતે


તહેવાર નિમિત્તે દરેક ગુજરાતીના ઘરે મીઠાઈ અને અવનવા ફરસાણ અવશ્ય બનતા હોય છે તેમાય ખાસ કરીને ફરસાણમાં ઘુઘરા તો ઘણા બધાના ફેવરીટ હોય છે. દિવાળી પહેલા લોકોના ઘરે મઠીયા, ચોરાફળી, જેવી અનેક વસ્તુઓ બનવા માંડી પણ હશે. ત્યારે આ ફરસાણની સાથે તમે ઘુઘરા પણ બનાવવા માંગો છો પણ બજાર જેવા ઘુઘરા બની નથી રહ્યા તો અમે આપના માટે સાવ સરળ રીત લઈને આવ્યા છે જે વાંચીને તમે સરળતાથી અને એકદમ બજાર જેવા ઘુઘરા ઘરે જ બનાવી શકો છો. મીઠા ઘુઘરા દિવાળીના તહેવાર દરમિયાન લોકપ્રિય ગુજરાતી મીઠાઈ છે. મૂળભૂત રીતે, રવા, નારિયેળ અને ડ્રાય ફ્રુટ સ્ટફિંગ સાથે તૈયાર કરેલી ડીપ ફ્રાઇડ મીઠી ડમ્પલિંગ. ભારતમાં ઘુઘરાને વિવિધ રાજ્યોમાં ગુજિયા અથવા કરંજી પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં, તે વિવિધ સ્ટફિંગ્સ સાથે પણ બનાવવામાં આવે છે.

ઘરે સ્વાદિષ્ટ મીઠા ઘુઘરા બનાવવા માટે
સ્ટફિંગ માટે
સૌપ્રથમ, સ્વાદિષ્ટ સ્ટફિંગ બનાવવા માટે શેકેલો રવો એ મુખ્ય મુદ્દો છે. રવાને ધીમી આંચ પર ત્યાં સુધી શેકો જ્યાં સુધી તેનો રંગ થોડો બદલાય ન જાય અને તેની સુગંધિ આવવા ના લાગે. ત્યાર બાદ ખાંડ, વિવિધ ડ્રાય ફ્રુટ્સ અને નારીયેળની છીણ એડ કરી લાસ્ટમાં ઈલાઈચી પાઉડર નાંખી તેને તૈયાર કરો.

ઘુઘરાના બાહ્ય પડ માટે
લોટ બાંધી તેની રોટલી વણો અને ત્યાર બાદ બનાવેલુ સ્ટફિંગ એડ કરો ત્યાર બાદ તમે ચાહો તેવો સેપ આપી ઘુઘરાને સારી રીતે બંધ કરી દો નહીંતર તળતી વખતે ખુલી જવાની શક્યતા છે. જો તમને ઘુઘરાનો સેપ આપતા નથી આવડતુ તો તમે ગોળ રોટલી વણી તેમાં ચોથા ભાગનુ સ્ટફિંગ ભરો અને તેને એક સાઈડથી ફોલ્ડ કરો ત્યાર બાદ સીલ કરી કિનારીઓને સીલ કાંટાવાળી ચમચીથી ઘુઘરાની ધારને નીશાન આપો.ઘુઘરાને મધ્યમ ગરમ તેલમાં ધીમાથી મધ્યમ તાપ પર તળી લો.

હવે તમારા ઘુઘરા એકદમ તૈયાર છે. જેને તમે આ ડીપ-ફ્રાઈડ મીઠાઈ નાસ્તાને ઓછામાં ઓછા 8 દિવસ માટે સરળતાથી સ્ટોર કરી શકો છો.
આ પણ વાંચો: તહેવારની સીઝનમાં વધુ મીઠાઈ ખવાઈ જાય તો કરો આ કામ ! નહીં રહે બિમારીઓનો ખતરો