બરવાળા લઠ્ઠાકાંડઃ અત્યાર સુધી કુલ 55ના મોત, સેટિંગનો ઓડિયો વાઇરલ થતા મહિલા ASI સસ્પેન્ડ
અમદાવાદઃ ઝેરી કેમિકલ પીવાથી મંગળવારે લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં મૃત્યુઆંક વધતો જ જાય છે. ત્યારે બરવાળાના રોજિદ ગામના 12, રાણપુરના 8 લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે મહિલાઓના પણ મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત સરકારે SITની રચના કરી તપાસ શરૂ કર્યો છે.
સેટિંગની ઑડિયો ક્લિપ વાઇરલ થતાં મહિલા ASI સસ્પેન્ડ
દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇને તાત્કાલિક બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.
આરોપીઓનાં નામ
1. ગજુબેન પ્રવિણ બહાદુર વડદરિયા (રોજીદ)
2. પિન્ટુ રસિક દેવીપૂજક (ચોકડી)
3. વિનોદ ઉર્ફે ફનટો કુમારખાણિયા (નભોઈ)
4. સંજય ભીખા કુમારખાણિયા (નભોઈ)
5. હરેશ કિશન આંબલિયા (ધંધુકા)
6. જટુભા લાલુભા (રાણપરી)
7. વિજય ઉર્ફે લાલો પઢિયાર (રાણપરી)
8. ભવાન નારાયણ (વૈયા)
9. સન્ની રતિલાલ (પોલરપુર)
10. નસીબ છના (ચોકડી)
11. રાજુ (અમદાવાદ)
12. અજિત દિલીપ કુમારખાણિયા (ચોકડી)
13. ભવાન રામુ (નભોઈ)
14. ચમન રસિક (ચોકડી)
લઠ્ઠામાં 98 ટકા કરતાં વધુ મિથાઇલનું મિશ્રણ હોવાની તારણ
એફએસએલની તપાસમાં જણાયું કે, અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંર્દભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.