ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતીયો વિરુદ્ધ જાતિવાદી પોસ્ટ કરવા બદલ Barry Stantonનું X એકાઉન્ટ થયું સસ્પેન્ડ

નવી દિલ્હી, 30 ઓગસ્ટ: ભારતીયો વિરુદ્ધ જાતિવાદી પોસ્ટ કરવા બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા બેરી સ્ટેન્ટનના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેરી સ્ટેન્ટનની જાતિવાદી પોસ્ટ્સમાં ઘણા જાતિવાદી કાર્ટૂન સામેલ હતા, આ પોસ્ટ્સમાં ભારતીયોને ખુલ્લામાં શૌચ કરતા દર્શાવવામાં આવ્યા હતા. તેણે એ પણ પોસ્ટ કરી હતી કે, કેવી રીતે ભારતીયોને પશ્ચિમી દેશોમાંથી ભગાડી શકાય. આ પછી, આ પોસ્ટ્સ વાયરલ થઈ અને ભારતમાં વિરોધ થયો. જેના પગલે હવે X દ્વારા આ એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે અને તેના એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

ભારતીયો માટે કરી હતી જાતિવાદી પોસ્ટ

બેરી સ્ટેન્ટને ભારતીયો વિરુદ્ધ જાતિવાદી પોસ્ટ શેર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કર્યો હતો. બેરી સ્ટેન્ટન દ્વારા પોતાના એકાઉન્ટ પર ભારતીયો વિશે ઘણી ખરાબ વાતો લખવામાં આવી હતી. સ્ટેન્ટને ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવવા માટે 1.8 લાખ ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. X દ્વારા પણ આ એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી હતી. આ પોસ્ટ્સ પછી તેને જાણ કરવામાં આવી હતી અને ઘણી વખત મેઇલ પણ કરવામાં આવ્યા હતા. જે બાદ Xએ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો.

 

બેરી સ્ટેન્ટનનું X એકાઉન્ટ સસ્પેન્ડ

કેટલાક ભારતીયો કે જેમણે અગાઉ X પર તેની જાતિવાદી પોસ્ટની જાણ કરી હતી, તેમને સોશિયલ મીડિયા કંપની તરફથી ઇમેલ્સ પ્રાપ્ત થયા હતા જેમાં જણાવ્યું હતું કે આ યુઝર(બેરી સ્ટેન્ટન)ની સામગ્રી કંપનીની સામાજિક નીતિઓનું ઉલ્લંઘન કરે છે. Xના માલિક ઈલોન મસ્ક પણ ભારતીયોના સતત દબાણ હેઠળ હતા. પરિણામે, તેના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બેરી સ્ટેન્ટન કોણ છે?

બેરી સ્ટેન્ટનની X બાયો દાવો કરે છે કે, તે બ્રિટિશ નાગરિક છે અને પાંચ બાળકોનો પિતા છે. જો કે, એકાઉન્ટ પરની પ્રવૃત્તિ અન્ય નિર્દેશ કરે છે. એવું લાગે છે કે, બેરી સ્ટેન્ટન એક નકલી નામ છે જેનો ઉપયોગ અજાણ્યા ટ્રોલ દ્વારા કરવામાં આવે છે.

આ પણ જૂઓ: ઓટીટી સ્ટ્રીમિંગ પછી કાયદાના દાવપેચમાં ફસાઈ ‘ઈન્ડિયન 2’, મેકર્સ પર નિયમ તોડવાનો આરોપ

Back to top button