ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પૂર્વ પીએમ ઈમરાન ખાનને ફટકો, ગોહર અલી ખાન ચૂંટાયા PTIના વડા

Text To Speech

ઈસ્લામાબાદ (પાકિસ્તાન), 2 ડિસેમ્બર: બેરિસ્ટર ગોહર અલી ખાન પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નવા પ્રમુખ બન્યા છે. બેરિસ્ટર ગોહર અલી ખાન બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે.જેમને ઈમરાન ખાને ટોચના પદ માટે ચૂંટણી લડવા માટે નામાંકિત કર્યા હતા.અત્યાર સુધી પૂર્વ પીએમ ઈમરાન ખાન પીટીઆઈના અધ્યક્ષ પદ પર હતા પરંતુ હાલમાં તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે.

પરિણામોની જાહેરાત કરતા પીટીઆઈના મુખ્ય ચૂંટણી કમિશનર નિયાઝુલ્લા નિયાઝીએ જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ બેરિસ્ટર ગોહર બિનહરીફ ચૂંટાયા છે. નિયાઝીએ કહ્યું કે ઓમર અયુબ ખાન PTIના કેન્દ્રીય મહાસચિવ તરીકે ચૂંટાયા છે, જ્યારે અલી અમીન ગાંડાપુર અને ડૉ યાસ્મીન રાશિદ અનુક્રમે ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાં પાર્ટીના પ્રાંતીય પ્રમુખ તરીકે ચૂંટાયા છે.

મહત્ત્વનું છે કે, પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ના નિર્દેશ અનુસાર પાર્ટીએ આજે ​​ચૂંટણી યોજી હતી. પેશાવરમાં રાનો ગઢી ખાતે મોટરવે ટોલ પ્લાઝા પાસે કેન્દ્રીય મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું, જ્યાં ખૈબર પખ્તુનખ્વાના પ્રમુખ અધિકારી અલી ઝમાન પહોંચ્યા હતા. જો કે, આ સપ્તાહની શરૂઆતમાં, PTIના સભ્ય અને વરિષ્ઠ વકીલ બેરિસ્ટર અલી ઝફરે પક્ષ પ્રમુખ તરીકે ગોહર ખાનના નામની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેમનું પદ કામચલાઉ છે કારણ કે ઈમરાન ખાન તોશાખાના કેસના પગલે તેમની ગેરલાયકાત સમાપ્ત થયા બાદ પ્રમુખ તરીકે પાછા આવશે.ટ

આ પણ વાંચો: પાકિસ્તાન: ઈમરાન ખાન વિરુદ્ધ પત્ની બુશરાના પૂર્વ પતિએ કોર્ટમાં કર્યો કેસ

Back to top button