બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી, જાણો કોને સોંપાયું પદ
- બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ
- સતીષ પટેલને ચેરમેન પદ અને ક્રિપાલસિંહને વાઇસ ચેરમેન પદ સોંપાયું
- હોદ્દેદાર માત્ર બે મહિના માટે રહેશે
મધ્ય ગુજરાતની મહત્વની અને બહુચર્ચીત વડોદરા જિલ્લામાં આવેલી બરોડા ડેરીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. આજે યોજાયેલ ચૂંટણીમાં ડેરી ડિરેક્ટર્સ દ્વારા નવા હોદ્દેદાર નક્કી કરવામમાં આવ્યા છે.જેમાં ચેરમેન તરીકે સતીષ પટેલ અને વાઇસ ચેરમેન પદે ક્રિપાલસિંહની વરણી કરવામાં આવી છે.
બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખે રાજીનામું આપ્યા બાદ આજે બરોડા ડેરીમા ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરિકે સતીષ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ક્રિપાલસિંહની પસંદગી કરવામા આવી છે. આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.
વિરોધ થતા પ્રમુખ અને ઉપપ્રમુખે આપ્યું હતુ રાજીનામુ
મહત્વનું છે કે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીના સંચાલકો દ્વારા ડેરીમાં મોટા ગોટાળા કરવામા આવ્યા હોવાના આક્ષેપો કરાતા બરોડા ડેરીનું રાજકારણ ગરમાયું હતું જે બાદ મામલો વધુ વકરતા બરોડા ડેરીમાં પ્રમુખ દિનુ પટેલ અને ઉપપ્રમુખ જી.બી સોલંકીના રાજીનામું આપી દીધુ હતું. જે બાદથી બરોડા ડેરીના પ્રમુખ પદ કોને સોંપાશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે આ અટકળોનો અંત આવ્યો છે. બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ સતિષ પટેલ અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ક્રિપાલસિંહ મહારાઉલજીની પસંદગી કરવામા આવી છે.
બે વર્ષ બાદ ફરી યોજાશે ચૂંટણી
મહત્વનું છે કે વર્તમાન બોર્ડના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થવાના બે મહિના જેટલો સમય બાકી હતી તે પહેલા જ તેમણે રાજીનામાં આપી દેતાં આ હોદ્દેદાર માત્ર બે મહિના માટે જ પદ પર રહેશે .ત્યારબાદ બાકીની અઢી વર્ષની ટર્મ માટે ફરીથી ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો : AMCની એડવાન્સ રિબેટ સ્કીમ ! એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાઓને મળશે આટલા ટકા રિબેટ