ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાડમેર-જેસલમેર લોકસભા બેઠક પર ત્રિકોણીય જંગ, રવીન્દ્ર ભાટીની વધતી જતી લોકપ્રિયતાના કારણે ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં

બાડમેર, 9 એપ્રિલ: રાજસ્થાનમાં એક નવા ચહેરાનો રાજકારણમાં ઉદય થયો છે અને જેની તુલના લોકો સચિન પાયલટ સાથે પણ કરી રહ્યા છે. 26 વર્ષીય રવીન્દ્ર ભાટી એક એવો યુવા ચહેરો છે જેની ચર્ચા રાજસ્થાનમાં ચૌરને ચોટેથી માંડીને સોશિયલ મીડિયા પણ થઈ રહી છે. રાજપુત સમાજના આ યુવકે કોલેજકાળમાં જ વિદ્યાર્થી રાજકારણમાં પોતાની રાજકીય કુશળતામાં મહારથ હાંસલ કરી હતી. સ્થાનિક ભાષાને જ પ્રાધાન્ય આપનાર આ યુવક પોતાનું ભાષણ હિંદીના બદલે રાજસ્થાની ભાષામાં આપે છે જેના કારણે મહિલાઓ, યુવકો, સિનિયર સિટજન એમ સૌ કોઈ તેમને પસંદ કરી રહ્યા છે.

રાજસ્થાનમાં પ્રથમ બે ચરણમાં કુલ 25 લોકસભા સીટ પર મતદાન થવાનું છે, જેમાંથી બાડમેર-જેસલમેર લોકસભા સીટ પર સૌ કોઈની નજર છે, કારણ કે આ સીટ પર ત્રીપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. આ સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે રવીન્દ્ર ભાટી, કોંગ્રેસમાંથી ઉમેદરામ બેનીવાલ, ભાજપમાંથી કૈલાસ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે.

રવીન્દ્ર ભાટી ભાટીની લોકપ્રિયતા

રવીન્દ્ર ભાટી ભાટી વર્તમાનમાં રાજસ્થાન વિધાનસભામાં શેઓ મતવિસ્તારના ધારાસભ્ય છે. જેઓ લોકસભા ચૂંટણીમાં પણ બાડમેર-જેસલમેર સીટ પર અપક્ષ તરીકે લડી રહ્યા છે. ભાટીની સભામાં સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેનાથી ભાજપ અને કોંગ્રેસમાં ટેન્શન વધી ગયું છે. આ અપક્ષ ઉમેદવારે ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “મને વિશ્વાસ છે અને આ બધા મારા પિતા સમાન, માતૃ શક્તિ અને યુવા લોકો અને જે 36 સમુદાયોના લોકોને પણ ભરોસો છે કે રવીન્દ્ર આગળ આવશે અને એક નેતાની જેમ નહીં પણ એક દીકરાની જેમ પુરા વિસ્તારનું કામ કરશે.”

બાડમેર-જેસલમેર સીટ પર ત્રિપાંખીયો જંગ

બાડમેર-જેસલમેરના આ ત્રિકોણીય જંગમાં ભાજપના કૈલાશ ચૌધરી અને કોંગ્રેસના ઉમેદરામ બેનીવાલે પોતાનું નામાંકન નોંધાવી દીધું છે. આ સાથે અપક્ષ ઉમેદવાર તરીકે રવીન્દ્ર ભાટીએ પણ પોતાનું નામાંકન નોંધાવ્યું છે. એકબાજુ રવીન્દ્ર ભાટીને સ્થાનિક વિસ્તારમાં સારી એવી લોકપ્રિયતા મળી રહી છે. જ્યારે બીજી બાજુ બીજેપી ઉમેદવાર કેંન્દ્રીય મંત્રી અને વિસ્તારના વર્તમાન સાંસદ કૈલાશ ચૌધરી પ્રાથમિક માળખાકીય સુવિધા, ખરાબ રસ્તાઓ, યોગ્ય શાળાઓેનો અભાવ, બોર્ડરનજીકના ગામડાઓનું પછાતપણું, પાણીની કમી જેવા કારણોથી પોતે ટીકાઓેનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ઉમેદરામ બેનીવાલને જાતિગત સમીકરણથી ફાયદો મળવાની આશા છે. કારણ કે કોંગ્રેસનું માનવું છે કે ભાટીના અપક્ષ દાવેદારીથી ભાજપના વોટબેંકમાં ગાબડું પડી શકે છે. આમ આ ત્રિપાંખીયો જંગ ખુબ જ ચર્ચાસ્પદ બની ગયો છે.

પીએમ મોદી પણ કરી શકે છે સભા

ભાજપના કૈલાશ ચૌધરીના સમર્થનમાં પીએમ મોદી બાડમેરમાં પોતે એક સભાનું આયોજન કરી શકે છે. કૈલાસ ચૌધરીનું કહેવું છે કે, “પીએમ મોદીએ દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે પછી તે ગરીબ કલ્યાણની યોજનાઓ, મજબુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઘણા કામો કર્યા છે. જેનાથી દેશનું આખી દુનિયામાં માન-સમ્માન વધ્યું છે અને દેશની અર્થવ્યવસ્થા પણ મજબુત બની છે.

આ પણ વાંચો: ચૂંટણી રંગોળી: અલીગઢ લોકસભા સીટના આ ઉમેદવાર ચપ્પલની માળા પહેરીને કરી રહ્યા છે પ્રચાર

Back to top button