ગુજરાતટ્રેન્ડિંગ

રેલવે સ્ટેશન પર ભીડ વધતા અમદાવાદથી પ્રયાગરાજ જતી બરોની એક્સપ્રેસ રદ્દ

Text To Speech
  • આ ટ્રેન રદ્દ થતાં હજારો મુસાફરો પ્રયાગરાજ જઈ શકશે નહીં
  • બુકિંગ કરનાર તમામ યાત્રિકોને રેલવે રિફંડ આપી દેશે
  • શ્રદ્ધાળુઓની ભીડ પ્રયાગરાજ તેમજ આસપાસના રેલવે સ્ટેશન પર એકઠી થવા લાગી છે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે શ્રદ્ધાળુઓના વધતા ઘસારાની અસર હવે રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. પ્રયાગરાજ સ્ટેશન પર યાત્રિકોની વધતી ભીડને કારણે રેલવે તંત્રને પ્રગાયરાજ ખાતે આવતી જતી ટ્રેનોનું સંચાલન કરવું મૂશ્કેલ બન્યું છે. જેને પરિણામે અમદાવાદથી બુધવારે (19 ફેબ્રુઆરી) ઉપડતી બરોની એક્સપ્રેસ ટ્રેન સહિત દેશભરમાંથી અનેક ટ્રનો રદ્દ કરવાની નોબત આવી છે.

શ્રદ્ધાળુઓની ભીડ પ્રયાગરાજ તેમજ આસપાસના રેલવે સ્ટેશન પર એકઠી થવા લાગી છે

આ ટ્રેન રદ્દ થતાં હજારો મુસાફરો પ્રયાગરાજ જઈ શકશે નહીં. પરંતુ, બુકિંગ કરનાર તમામ યાત્રિકોને રેલવે રિફંડ આપી દેશે. પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં અંદાજિત 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ સ્નાન કરી પોતાના વતન પરત ફરી ચૂક્યા છે. જ્યારે આગામી 26 ફેબ્રુઆરી સુધી યોજાનાર મહાકુંભ મેળામાં દેશભરમાંથી હજુ પણ લાખોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ જવા માટે પ્રયાણ કરી રહ્યાં છે. એવામાં સંગમ સ્નાન કર્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ પ્રયાગરાજ તેમજ આસપાસના રેલવે સ્ટેશન પર એકઠી થવા લાગી છે.

દેશભરમાંથી આવતી-જતી કેટલીક ટ્રેનોને રદ્દ કરવાની નોબત આવી

યાત્રિકોની ભીડ અને ટ્રેનોની વધતી અવરજવરને કારણે રેલવે તંત્રને પ્રયાગરાજ ખાતે ટ્રેનોનું યોગ્ય સંચાલન કરવું અતિ મહત્વનું હોવાથી દેશભરમાંથી આવતી- જતી કેટલીક ટ્રેનોને રદ્દ કરવાની નોબત આવી છે. જેમાંથી 19 ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી પ્રયાગરાજ તરફ જતી અમદાવાદ-બરોની એક્સપ્રેસ ટ્રેનને પણ રદ્દ કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટની પાયલ હોસ્પિટલ વીડિયો લીક કેસમાં મહારાષ્ટ્રથી 2 અને ઉત્તર પ્રદેશથી 1 આરોપીની ધરપકડ

Back to top button