છૂટાછેડાની અફવાઓ પર બરાક ઓબામાનો જડબાતોડ જવાબ, પત્ની સાથે કેવો સંબંધ છે તે બતાવી દીધું


ન્યૂ યોર્ક, 18 જાન્યુઆરી 2025: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાને દુનિયાના સૌથી પ્રેમાળ કપલ તરીકે ઓળવામાં આવે છે. આ જોડીને જોયા બાદ સૌ કોઈ ઉત્સાહથી ભરાય જાય છે. પણ આ જોડીને લઈને તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીય અફવાઓ ચાલી રહી છે. અફવા એવી છે કે, બરાક ઓબામા અને મિશેલ ઓબામા વચ્ચે બધુ બરાબર નથી. બરાક અને મિશેલ છૂટાછેડા સુધી પહોંચી ગયા છે. પણ બરાક ઓબામાએ આ તમમા અટકળો પર વિરામ લગાવી દીધો છે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓની વચ્ચે પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ અફવાઓ સાબિત કરી દીધી છે. એક પોસ્ટ દ્વારા ઓબામાએ જણાવી દીધું કે તેમના દિલમાં ખાલી મિશેલ જ છે અને તેમનો સંબંધ ખૂબ જ મજબૂત છે.
Love you, honey! ❤️😘 https://t.co/fiQaCYmQ02
— Michelle Obama (@MichelleObama) January 17, 2025
મીડિયામાં ચાલી રહેલી અફવાઓ બાદ બરાક ઓબામાની પોસ્ટ
બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાનો 17 જાન્યુઆરીએ જન્મદિવસ હતો. આ દરમ્યાન બંનેના છૂટાછેડાની અફવાઓ વહેતી થઈ હતી. જેનો જવાબ આપવા માટે બરાક ઓબામાને આ દિવસ સૌથી શ્રેષ્ઠ લાગ્યો. તેમણે એક પોસ્ટ દ્વારા મિશેલને જન્મદિવસની શુભકામના આપી અને મીડિયામાં ચાલી રહેલી ખબરોનો જવાબ પણ આપી દીધો.
ઓબામાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મારી જિંદગીના પ્રેમ. તેની સાથે જ તેમણે ફોટો પણ શેર કર્યો. જેમાં કપલ ડિનર કરતા દેખાઈ રહ્યા છે.
તેમણે આગળ લખ્યું છે કે, તમે મારી જિંદગીના દરેક ખાલી રુમને ભરી દીધો, જેમાં બધું જ છે. તમે આવું કરતા હંમેશા સારા લાગો છો. હું ખૂબ જ નસીબવાળો છું કે તમારી સાથે જીવનના તમામ કામ કરવામાં સક્ષમ છું માય લવ. આ પોસ્ટ બાદ ઓબામાએ જણાવી દીધું કે તેમનો સંબંધ ખૂબ જ મજબૂત છે.
આ પણ વાંચો: ગજબ: હૈદરાબાદની મેટ્રોમાં બોક્સમાં પેક ધબકતા હ્રદયે 13 મિનિટની મુસાફરી કરી