BAPS સંસ્થાના ઈશ્વરચરણ સ્વામીએ પીએમ મોદીના માતાના દુ:ખદ નિધન પર સાંત્વના સંદેશ આપ્યો
ગતરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના માતા હીરાબાનું શતાયુ વર્ષે નિધન થતા અનેક લોકોએ ટ્વિટ કરાને પીએમને સાત્વના આપી છે. હીરાબા તેમણે આ દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના રૂપમાં એક મહાન નેતા અર્પણ કર્યા. નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાત અને ભારતનો વિકાસ ખૂબ સારી રીતે અને ઝડપથી થઈ રહ્યો છે, એવા મહાન નેતાના માતૃશ્રી હીરાબાના અક્ષરનિવાસથી સૌને ખૂબ દુખ થયું છે.
ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમના આત્માને પોતાના ધામમાં વિરાજમાન કરે અને અખંડ સુખ આપે, તેમજ પરિવારને સાંત્વના આપી છે.
પીએમ મોદી તેમના માતા હીરાબાને ગુજરાત આવે તો અવશ્ય મળતા હતા. એમની સાથે બેસતા, સાથે જમતા અને વાતચીતો પણ કરતા. પીએમ હોવા છતા માતાની સમયાંતરે દેખભાળ રાખતા હતા. ત્યારે BAPS સંસ્થા વતી ઈશ્વરચરણ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાના દુ:ખદ નિધન પર સાંત્વના સંદેશ આપયો છે.
આ પણ વાંચો : અમદાવાદ : કાંકરિયા કાર્નિવલમાં સાન્તક્લોઝને આ કારણે મારી મારીને ભગાડ્યા
હીરાબાના નિધનથી આપણે સૌ અને સમગ્ર દેશના લોકો પણ દુ:ખ અનુભવી રહ્યા છે. ભગવાન એમના આત્માને ખૂબ સુખ-શાંતિ આપે એ તેમના ચરણોમાં પ્રાર્થના.