લો બોલો ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી શરૂ કરશે BAPSનો કોર્ષ
છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ હિંદુ ભગવાન પર ટિપ્પણી કરી રહ્યા છે અને વારંવાર અપમાન કરી રહ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓની વિવાદસ્પદ ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્ષ શરૂ કરશે. જેમાં સ્વામિનારાયણ સપ્રદાયના સંતો અને મંદિરના ઉદાહારણો અપાશે. વિદ્યાર્થીકાળથી યુવાનોમાં સ્કિલના નામે ધર્મ શીખવવામાં આવશે અને સિલેબસના એક પુસ્તકની કિંમત 220 રૂપિયા છે. યુનિવર્સિટીના રજીસ્ટારે પરિપત્ર બહાર પાડ્યો છે. આ સાથે કેટલાક પ્રવચનો ઓનલાઈન માધ્યમથી સંસ્થા આપશે. હાલ પ્રોફેસર માટે વર્કશોપ શરૂ કરી દેવાયા છે અને પછી વિદ્યાર્થીઓ પુસ્તકની ખરીદી કરી લે એટલે તેમને પણ શીખવવામાં આવશે.