ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પર છેલ્લા બે દિવસથી અનેક આક્ષેપો લાગી રહ્યા છે અને ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ માન્ય ન હોવાની વાતો પણ ફરી રહી છે ત્યારે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. ભાવિન ત્રિવેદી દ્વારા તમામ આક્ષેપોને નકારી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Exclusive : SI કૌભાંડની વાત વચ્ચે BAOU યુનિવર્સિટીની સ્પષ્ટતા, વિદ્યાર્થીઓને કોઈ જ નુકસાન નહી થાય
ગુજરાતની જાણીતી યુનિવર્સિટી જ્યાં હજારો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને કેટલાક કર્મચારીઓ કે જેઓને વધુ અભ્યાસ માટે પણ અહી અભ્યાસની સુવિધા મળી રહે છે તે યુનિવર્સિટી એટલે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી પર કૌભાંડ સહિતના આક્ષેપો લગાવવામાં આવ્યા છે ત્યારે આજરોજ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. ભાવિન ત્રિવેદીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી રદિયો આપ્યો હતો.વધુમાં તેમણે કહ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ વર્ષ 2020માં શરૂ કરવામાં આવ્યો છે અને અત્યારસુધી માત્ર 4000 જેટલા વિદ્યાર્થીઓએ આ અભ્યાસ અહીથી કર્યો છે એટલે 5 વર્ષથી કોર્સ ચાલુ હોવાની વાતને ડૉ. ભાવીને નકારી હતી અને જે વિદ્યાર્થીઓની સંખ્યાના આક્ષેપો લાગ્યા હતા તેને પણ ખોટાં ગણાવ્યા હતા. 15 કરોડની ફી ના કૌભાંડને નકારતા ઇન્ચાર્જ કુલપતિએ જણાવ્યું હતું કે આ સમગ્ર કોર્સની ફી 15000 રૂપિયા છે જેમાં કોર્સ મટેરિયલ, કોઉન્સેલિંગ, પ્રેક્ટિકલ અને પરીક્ષાની ફી પણ સમાવિષ્ટ છે.
આ પણ વાંચો : Exclusive : જાણો કેવી રીતે ચાલે છે ગુજરાતમાં નકલી ડિગ્રીનું કૌભાંડ!
ઉલ્લેખનીય છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં કેટલાય વિદ્યાર્થી અભ્યાસ કરી ચૂક્યા છે ત્યારે આવા કૌભાંડ સહિતના આક્ષેપો લાગતાં યુનિવર્સિટી દ્વારા તમામ આક્ષેપોનો રદિયો આપ્યો હતો. અલબત્ત હાલ મળી રહેલા પુરાવાના આધારે પ્રથમ દ્રષ્ટિએ યુનિવર્સિટીમાં કોઈ ગેરરીતિ થઈ ન હોય તેવું લાગી રહ્યું છે.