ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

UN મહાસચિવ ગુટેરેસને ઈઝરાયેલ પ્રવેશવા ઉપર પ્રતિબંધ, શા માટે લેવાયો નિર્ણય

Text To Speech

નવી દિલ્હી, 2 ઓક્ટોબર : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધુ યુદ્ધ છેડાઈ ગયું છે. મંગળવારે મોડી સાંજથી બંને તરફથી હવાઈ હુમલા ચાલુ છે. તેની અસર સમગ્ર વિશ્વમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ છે. ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં ઘુસીને હિઝબુલ્લાહ લડવૈયાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે.  અમેરિકાએ ઈરાનને પણ ચેતવણી આપી છે. આ બધાની વચ્ચે, ઇઝરાયેલે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને તેના દેશમાં પર્સોના નોન ગ્રેટા (એવી વ્યક્તિ કે જેને હવે કોઈ સન્માન અથવા સ્વાગત નહીં મળે) તરીકે જાહેર કરવાનો અને દેશમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

ઇઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે એક નિવેદન જારી કરીને કહ્યું કે, કોઈપણ વ્યક્તિ જે ઈઝરાયેલ પર ઈરાનના ગુનાહિત હુમલાની નિંદા કરવામાં અસમર્થ છે તે ઈઝરાયેલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી. આ ગુટેરેસને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ એક મહાસચિવ છે જેમણે 7 ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારની નિંદા કરી નથી અને ન તો તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયાસનું નેતૃત્વ કર્યું છે.

હમાસ, હિઝબોલ્લાહ, હુથી અને હવે ઈરાન (વૈશ્વિક આતંકની માતા)ના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપનારા સેક્રેટરી જનરલને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે.  ઇઝરાયેલ એન્ટોનિયો ગુટેરેસ સાથે અથવા તેના વિના, તેના નાગરિકોનું રક્ષણ કરવાનું અને તેની રાષ્ટ્રીય ગૌરવ જાળવવાનું ચાલુ રાખશે.

Back to top button