ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

બેન્કિંગ તરલતા ઘટીને 13 હજાર કરોડના ત્રણ મહિનાના નીચા સ્તરે

Text To Speech

મુંબઇ, 29 માર્ચ, 2025: બેન્કિંગ સિસ્ટમમાં ગત ગુરુવારે તલરતા ઘટીને રૂ. 13,000 કરોડના સ્તરે આવી હતી, જે 16 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સૌથી નીચી છે. નિષ્ણાતોના અનુસાર તરલતા ખાધ પૂરી થશે અને પ્રથમ ક્વાર્ટરમાં તે સરપ્લસ થઇ શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) રૂ. 1 લાખ કરોડની નોટીફાઇડ રકમ સાથે પાંચ દિવસીય વેરિયેબલ રેટ રેપો (VRR) હરાજી કરી હતી તેને ફક્ત રૂ. 38,423 કરોડની જ બીડ મળી હતી, જે બેન્કો પાસેથી ભંડોળની નીચી માંગ દર્શાવે છે.

“0.5થી 1 લાખ કરોડના ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO), આરબીઆઇનું રૂ. 2.5 લાખ કરોડનું ડિવીડન્ડ, મેચ્યોર થતા સોદાની ફોરવર્ડ પોઝીશનમાં રોલીંગ ઓવર, અને FY 26માં 5-15 અબજ ડોલરની પેમેન્ટ સરપ્લસને ધારતા અમારી પ્રવર્તમાન ધારણાઓ અનુસાર, હવે પછીના થોડા ક્વાર્ટરમાં ટકાઉ તરલતા પાછી આવી શકે છે” એમ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના ઇન્ડિયા ઇકોનોમિક રિસર્ચના વડા અનુભૂતિ સહાયે જણાવ્યું હતું. આરબીઆઇના નક્કર અને ઝડપી પગલાંઓ પણ જરૂર જણાશે તો લેવામાં આવશે અને આ રીતે તરલતાની ખરાબ સ્થિતિ દૂર થશે. તેમણે નોંધ્યુ હતુ કે જો વિવિધ સ્ત્રોતો દ્વારા તરલતા કરત વધુ માત્રામા ફોરેક્સ દરમિયાનગીરી વદી જાય તો તે મુખ્ય જોખમ તરીકે ઉભરી આવશે.

ગયા વર્ષે ડિસેમ્બરના મધ્ય સુધી તરલતા સરપ્લસ મોડમાં રહી હતી પરંતુ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં તે સખત થવા લાગી હતી. જાન્યુઆરીમાં ખાધ રૂ. 3 લાખ કરોડના આંકને વટાવીને 10 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી જતાં રોકડની ખેંચ વધુ ચુસ્ત બની છે. રૂપિયાને નરમ બનતો અટકાવવા માટે આરબીઆઈ દ્વારા કરાયેલી દરમિયાનગીરી, એડવાન્સ ટેક્સ પેમેન્ટ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધિત આઉટફ્લોએ બેન્કિંગ સિસ્ટમમાં ભંડોળની અછત ઊભી કરી હતી. બહુ-વર્ષોની ઊંચી ખોટ સાથે, RBI એ સિસ્ટમમાં ટકાઉ અને ટૂંકા ગાળાની તરલતા દાખલ કરવા માટે ફોરેક્સ સ્વેપ હોલ્ડિંગ અને OMO અને VRR હરાજી કરવા સહિત શ્રેણીબદ્ધ પગલાં લીધાં હતા.

આ પણ વાંચોઃ સંગ્રહ સીમાનું ઉલ્લંઘન કરતી ખાંડની મિલો સામે લેવાશે કડક પગલાં

Back to top button