ટ્રેન્ડિંગનેશનલબિઝનેસવિશેષ

બેંક હોલીડે: મે મહિનામાં કુલ 14 દિવસ રહેશે બેંકોમાં રજા, આ રહી સંપૂર્ણ યાદી

Text To Speech
  • આરબીઆઈના કેલેન્ડર પ્રમાણે મે મહિનામાં કુલ 14 દિવસ બેંકોમાં રજા  રહેશે જેમાં  2 શનિવારના કારણે અને 4 રવિવારના કારણે બેેંકોમાં રજા રહેશે

HD ન્યુઝ ડેસ્ક, 25 એપ્રિલ: એપ્રિલ મહીનો પુરો થવામાં થવામાં અમુક દિવસનો સમય બાકી રહ્યો છે. તેના પછી મે મહીનો શરૂ થશે. દરેક મહિના પ્રદેશપ્રમાણે તહેવારો અને રજાઓના કારણે બેંકોમાં રાષ્ટ્રીય રજા રહે છે. આરબીઆઈ દ્વારા દર વર્ષની શરૂઆતમાં બેંકોની રજાઓનું કૅલેન્ડર બહાર આવે છે અને  તે જ પ્રમાણે બેંકો બંધ રહેશે.

મે દિવસ કેટલા બંધ થશે બેંક

આરબીઆઈ મે મહીનાની રજાઓનું કૅલેન્ડર,  કુલ 14 દિવસ બેંકોમાં રજા. જેમાં 2 દિવસ શનિવારના કારણ બેંક બંધ છે. જ્યારે, 4 દિવસ રવિવાર કારણ કે બેંકોમાં રજા છે. આ ઉપરાંત અન્ય દિવસ પ્રદેશ પ્રમાણે તહેવારો, ચૂંટણી અને રાષ્ટ્રીય તહેવારોના કારણે બેંકો બંધ રહેશે.

મે બેંકોની રજાઓની યાદી

  1.  1 મે  મહારાષ્ટ્ર દિવસના કારણએ સમગ્ર મહારાષ્ટ્રમાં બેંક બંધ રહેશે.
  2.  5 મે રવિવારના કારણે બેંક બંધ રહેશે.
  3.  7 મે લોકસભા ચૂંટણીના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંક બંધ રહેશે..
  4.  8 મે  રવીન્દ્રનાથ ટાગોર જયંતિના અવસર પર બેંકોમાં રજા રહેશે
  5.  10 મે  અક્ષય તૃતીયાના તહેવારના કારણે બેંકો બંધ રહેશે.
  6.  11 મે શનિવાર કારણે  બેંકોની રહેશે..
  7.  12 મે રવિવારના કારણે બેંકોમાં રહેશે.
  8.  13 મે લોકસભા ચૂંટણીના કારણએ અલગ-અલગ રાજ્યમાં બેંક બંધ રહેશે.
  9.  16 મે સ્ટેટ ડે ના કારણએ સિક્કિમમાં બેંક બંધ રહેશે.
  10.  19 મે રવિવારના કારણે  બેંકોમાં રજા રહેશે.
  11. 20 મે લોકસભા ચૂંટણીના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંક બંધ રહેશે.
  12. 23 મે  બુદ્ધિ પૂર્ણિમાના તહેવારના કારણએ બેંક બંધ રહેશે.
  13. 25 મે  ચોથા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
  14. 26 મે રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે..                                                                                                                                                                                                                                                                                                                 

ઓનલાઇન ચાલુ સેવાઓ

મે મહીનામાં બેંકોની રજાઓમાં દિવસ બ્રાંચ તો બંધ રહેશે, પણ ઓનલાઇન સેવાઓ ચાલુ રહેશે. આ સિવાય એટીએમ પર મળતી સેવાઓ  યથાવત રહેશે. માટે તમે સરળતાથી એટીએમ પર રજાના દિવસે પણ સેવાઓનો ઉપયોગ કરી શકશો .

આ પણ વાંચો: ગેરકાયદે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ મામલે કેન્દ્ર સરકાર ગંભીર, કર્યો આ આદેશ

Back to top button